કોરોનાને લઇને કોંગ્રેસ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અા અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ભુજમાં કન્ટ્રોલ રૂમ
શરૂ કરાયું છે.

ભુજમાં જિલ્લા કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય, ન્યૂ સ્ટેશન રોડ ખાતે માર્ગદર્શન, સુવિધા અને સુચન કેન્દ્ર શરૂ કરવામાં અાવ્યું છે. અા કેન્દ્રમાં સવારે 10થી 4 વાગ્યા સુધી મહામારી સંદર્ભે માર્ગદર્શન ઉપરાંત લોકોને દવા, સફાઇ, પીવાના પાણી, અન્ન પુરવઠો વગેરે માટે પડતી તકલીફના નિવારણ સાથે લોકોના પ્રશ્નો સાંભળવામાં અાવશે. વધુમાં કેન્દ્રની હેલ્પલાઇન 02832-221858 પણ શરૂ કરવામાં અાવી હોવાનું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...