• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News confirmation of the contractors in the district that there will be no strain of fodder 061007

જિલ્લામાં ઘાસચારાની કોઇ તાણ પડવા દેવાશે નહી તેવી તંત્રવાહકોની ખાતરી

Bhuj News - confirmation of the contractors in the district that there will be no strain of fodder 061007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભુજ ખાતે મળેલી અછત રાહત સમિતની બેઠકમાં અછત તેમજ જળશકિત અભિયાનની સમીક્ષા કરવા સાથે ગૌચર સુધારણા ઝુંબેશઅંતર્ગત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચર વિકાસ તથા ગૌચર નવપલ્લવિત કરવા માટે પ્રતિ હેકટરદીઠ રૂ. ૭૫૦૦૦/-સહાય અપાનાર હોવાની વિગતો સાથે ચીયાસર, રવા, નુંધાતડ, મોટીબેર, નલીયા, કનકપર ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવા ગ્રામ પંચાયતો સહમત થઇ હોવાનું જણાવાયું હતું.

અંજારના વીરા, અજાપર, સંઘડ અને ખેડોઇ ગામે ઘાસચારા વાવેતરનું આયોજન કરવા સાથે બે-બે હેકટરમાં ઝાંડી-ઝાંખરા દૂર કરી જમીન સમતળ કરવામાં આવતાં ત્યાં ગ્રામ પંચાયત વિગતો અપાઇ હતી.

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં કચ્છમાં હજી સુધી પૂરતો વરસાદ પડ્યો નથી ત્યારે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા કચ્છનાં ઘાસડેપોમાં ઘાસની ઉપલબ્ધતા ઓછી થતાં તેમજ અમુક ગામોમાં ઘાસડેપો બંધ કરાયાં હોવાની ચિંતા સેવાતાં જિલ્લા કલેકટરે ઘાસની ઉપલધ્તા બાબને ચિંતાનો વિષય નથી, તેમ જણાવ્યું હતું જયારે અછત નાયબ કલેકટર એન.યુ.પઠાણે અમુક ગામોમાં ઘાસડેપો બંધ નથી કરાયાં પરંતુ મર્જ કરાયાં હોવાનું જણાવ્યું હતું.વધુમાં ઝુરા કેમ્પ, ઢોરી, સુમરાસર વગેરે ગામોમાં પાણી યોજનાના કામોની માંગણી સંબંધે રજૂઆત કરતાં પાણી પુરવઠા વિભાગના પી.એ.સોલંકીએ તે સંબંધે કામોની પૂરક વિગતો આપી હતી.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પશુધન ચારો મોંઘો મળતો હોવાથી વરસાદ નહીં પડે ત્યાં સુધી મુશ્કેલીની સાથે સબસીડીનો વધારો ચાલુ રાખવા તેમજ જળસંચયના કામો માટે ખર્ચનું ધોરણ, ઘાસચારા વાવેતર માટે જમીન ભાડાપટ્ટે સોંપવા સહિત જમીનમાં પાણી ઉતારવા પાઇપલાઇન ખર્ચની જોગવાઇ સહિતની રજૂઆત કરી ઘાસચારા વાવેતરમાં ખેડૂતો, પશુપાલકો, એનજીઓ સૌને સાથે જોડવા, વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે ખેડૂતોને ફળઝાડ રોપા આપવા સહિતના સૂચનો કર્યાં હતા.

અછત શાખાના પ્રેઝનટેશનમાં ૧૯૩ ઘાસડેપોના ૧,૦૦,૦૮૩ કાર્ડધારકો તેમજ ૧૫૮ ગૌશાળા-પાંજરાપોળોમાં ૧,૩૮,૪૫૪ પશુઓ નોંધાયેલ હોવાનું ૯૭.૩૩ કરોડની ચૂકવણી કરાઇ હોવાનું જણાવ્યું હતું.535 ઢોરવાડામાં ૩,૧૯,૦૦૭ પશુ નોંધાયેલ હોવાનું તેમજ સબસીડી પેટે 122.87 કરોડ ચુકવાયાની માહિતી અપાઇ હતી.

ગાૈચર નવપલ્લવિત કરવા પ્રતિ હેક્ટર 75,000ની સહાય કરાશે

X
Bhuj News - confirmation of the contractors in the district that there will be no strain of fodder 061007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી