તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલિયા SBIમાં નકલી નોટો પધરાવનારા સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસા તાલુકાના નલિયા ખાતે એસબીઆઇમાં ગત ઓકટોબર 2017 દરમિયાન બેન્કના કેસ કાઉન્ટરમાં 1 હજારના દરની 10 અને 500 રૂપિયા 8 નોટ કુલ રૂપિયા 14 હજાર જમા કરાવી જનારા અજાણ્યા શખ્સ વિરૂધ બેન્કના મેનેજરે નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ અમદાવાદના હાલ નલિયા ખાતે રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં જેનેજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર કાન્તિલાલ પટેલની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, સ્ટેટ બેન્ક અોફ ઇન્ડિયાની નલિયા શાખામાં કોઇ અજાણ્યા શખ્સે નોટ બંધીમાં રદ થયેલી 1 હજારની અને 500ના દરની નકલી નોટ હોવાનું જાણતા હોવા છતાં આ અજાણ્યા શખ્સે બેન્કના કાઉન્ટર પર એક હજારની 10 અને 500ની 8 નકલી નોટ જમા કરાવી દીધી હતી.

આ નોટો રીઝર્વ બેન્કમાં જમા કરાવતાં રીઝર્વ બેન્કની તપાસમાં આ એક હજાર અને 500ની નોટો ખોટી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે રીઝર્વ બેન્કે ફરિયાદ નોંધાવવા સૂચના આપતા સોમવારે નલિયા બ્રાન્ચના મેનેજરે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો