તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Come On Rto Applicants Harass Applicants As They Do Not Have All The Rights 061600

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં આસિ. ઇન્સ્પેકટરો પાસે તમામ રાઇટ્સ ન હોવાથી અરજદારો પરેશાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયની તમામ ચેકપોસ્ટ બંધ થવાના આદેશ બાદ કચ્છમાં જુદા જુદા ચાર ચેકપોઇન્ટ ઉભા કરાયા છે. જેમાં આસી. ઇન્સ્પેકટર અને આઇએમવીને મુકાય છે તો આ ઓર્ડર કમીશ્નર કક્ષાએથી થતા હોય છે. જેમાં અમુક ઇન્સ્પેકટરો કચેરીમાં હોય છે તેમને ચેકિંગમાં મુકી દેવાય છે તો ચેકિંગમા રહેલાને કચેરીમાં મુકાય છે. ઇન્સ્પેકટરો પાસે લાઇસન્સને લગતા અમુક રાઇટસ હોય છે અને અમુક નથી હોતા જેથી અરજદારોને હેરાનગતી થાય છે. આસી. ઇન્સ્પેકટરો એક-બીજા પર ખો નાખતા રહે છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કચેરીમાં લાઇસન્સને લગતી કામગીરી મોટાભાગે આસી. ઇન્સ્પેકટરો કરતા હોય છે. નવા આવેલા આસી. ઇન્સ્પેકટરોને પુરતા રાઇટસ એડમીન તરફથી અપાયેલા ન હોવાથી તેઓ અમુક કામગીરી કરી શકતા નથી. લાઇસન્સ રીન્યુ, ફેસલેસ રીન્યુ, લાઇસન્સની એપ્લીકેશન કેન્સલ કરવી કે એડીટ કરવી સહિતના રાઇટસ તમામ ઇન્સ્પેકટરોને અપાયેલા હોય તો તેઓ તમામ કામગીરી કરી શકે. હાલમાં ચોક્કસ રાઇટ્સ અમુક ઇન્સ્પેકટરોને અપાયા છે જેથી તેઓ કચેરીમાં હાજર ન હોય કે ચેકિંગમાં હોય તો અરજદારનો કામ ટલ્લે ચડ જાય. તો ફેસલેસ અને એપ્લીકેશન કેન્સલના રાઇટસ ધરાવતા ઈન્સ્પેકટરનું અચાનક ચેકિંગનું ઓર્ડર થાય તો તેઓ ચેકિંગમાં જતા રહે છે અને ચેકિંગમાંથી કચેરીએ મુકાયેલા ઇન્સ્પેકટરો પાસે પુરતા રાઇટસ ન હોવાથી તેઓ કામગીરી કરી શકતા નથી. તો અમુક પાસે રાઇટ્સ હોવા છતાં ‘ખો’ નાખતા હોય છે તો તેઓ એકબીજા પર ફેંકાફેકી કરતા બંધ થઇ જાય તેમ છે.

ભુજમાં પ્રથમ વખત મહિલા ઇન્સ્પેકટરને પોસ્ટિંગ અપાઇ
ભુજની આરટીઓમાં અગાઉ પીઆરઓ અને હેડકર્લાક તરીકે મહિલા કર્મચારીને નિમણુંક અપાઇ હતી. લાંબા સમય બાદ મહિલા ઇન્સ્પેકટરની ભુજમાં નિમણુંક કરાઇ છે. આ મહિલા ઇન્સ્પેકટર આરટીઓમાં લાઇસન્સ અને ટેસ્ટ ટ્રેક સહિતની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો