• Gujarati News
  • National
  • Bhuj News Cold Weather In Kutch As Well As Cold Weather Coldest Place With Toya Nalia 88 062110

કચ્છમાં ઠંડી ઘટવાની સાથે વિષમ હવામાન: તોય નલિયા 8.8 સાથે સૌથી ઠંડુ મથક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાં અેકમાત્ર નલિયામાં ઠંડીનો પારો અેક અાંકે નોંધાવાની સાથે અાંશિક રાહત થઇ હતી. જો કે, મહત્તમ તાપમાન ઉંચુ રહેતાં વિષમતા અનુભવાઇ હતી.

8.8 ડિગ્રી જેટલા નીચા તાપમાને શિયાળાની પક્કડ સાથેના નલિયામાં દિવસનું ઉષ્ણતામાન 32.6 ડિગ્રી જેટલું ઉંચુ જતાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થયો હતો. ભુજમાં ન્યૂનતમ 13.4, કંડલા 15 અને કંડલા અેરપોર્ટ પર 13.5 ડિગ્રી રહેતાં મોડી રાત્રે શિયાળાની અાણ વર્તાઇ હતી. મોટા ભાગના કચ્છમાં મહત્તમ સરેરાશ 30થી 32 ડિગ્રી રહેતાં દિવસે ઠંડી ગાયબ થઇ હતી. દરમિયાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આમ કચ્છમાં રાત્રે હજુ સામાન્ય ઠંડક જ્યારે બપોરના સમયે તાપ અનુભવાય છે.

અન્ય સમાચારો પણ છે...