તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Circumstances Will Be Affected By Climate Change In Kutch However The Possibility Of Rainfall 061057

સર્કયુલેશનની અસર તળે કચ્છમાં વાતાવરણ પલટાશે: જો કે, વરસાદની શકયતા ધુંધળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમી વિક્ષોભ અને સાયકલોનિક સર્કયુલેશનની અસર તળે રાજયના અન્ય વિસ્તારોની સાથે કચ્છના વાતાવરણમાં પણ પલટો અાવે તેવા અેંધાણ દેખાઇ રહ્યા છે. જોકે કચ્છમાં વરસાદ વરસવાની શકયતા સાવ જ ધુંધળી હોવાનું સ્થાનિક હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે માહિતી અાપતાં જણાવ્યું હતું.

સર્કયુલેશનની અસર હેઠળ રવિથી મંગળ દરમિયાન કચ્છમાં વાતાવરણ વાદળછાયું બની શકે છે. જોકે કમોસમી વરસાદની વધુ સંભાવના ઉતર ગુજરાત અને સાૈરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંજ હોવાની શકયતાઅો વ્યકત કરાઇ છે. વાતાવરણમાં પલટાના કારણેે મહતમ તાપમાન 2થી4 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના જોતાં ગરમીમાંથી રાહત મળે તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

શુક્રવારે ભુજમાં મહતમ પારો 1 ડિગ્રી ગગડી 40.8 અને કંડલા અેરપોર્ટમાં 2 ડિગ્રીના ઘટાડા સાથે પારો 39.6 ડિગ્રીઅે અટકયો હોવા છતાં તાપની અાણ તો યથાવત જ રહેવા પામી હતી. બપોરના સમયે તો લોકોઅે લુ વર્ષાના કારણે ઘરથી બહાર નીકળવાનું જ ટાળ્યું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધતાં લોકો પરસેવે રેબઝેબ થાય તેવી અાકુળ વ્યાકુળ કરી મુકે તેવી ગરમીની અનુભુતી થઇ હતી. સરેરાશ 7થી 12 કિલોમિટરની ઝડપે પવન પણ ફુંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...