તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિને કલાકાર અને ભાજપના સાંસદ પરેશ રાવળે અાજે પક્ષના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિને કલાકાર અને ભાજપના સાંસદ પરેશ રાવળે અાજે પક્ષના કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે ભુજમાં રોડ શો કર્યો હતો. અા પૂર્વે અેક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે અાજે ભુજમાં જ હાજર અેવા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે શહેરમાં અાજે બે બ્રાહ્મણ ઉપસ્થિત છે, અેક અસલી અને અેક નકલી.

પત્રકાર પરિષદમાં પરેશ રાવળે પોતાના ચિરપરીચિત અંદાજમાં કહ્યું હતું કે અે લોકોઅે ૭૦ વર્ષમાં અેક જ પ્રચાર કર્યા રાખ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદીઅે પાંચ વર્ષમાં જ સમસ્યાઅોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે તો અેમ પણ કહ્યું કે હું ભાજપમાં ન હોતને તો પણ હું મોદી સાહેબનો ભક્ત હોત. બાદમાં ભુજની અકળાવનારી ગરમી વચ્ચે તેમણે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા માટે શહેરના મુખ્યમાર્ગો પર રોડ શો કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અા રોડ શોમાં ટીવી સિરીયલના કલાકાર અાયુષ શાહ પણ જોડાયા હતાં.

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલ યાદી મુજબ િવરામ હોટલ સામે આવેલા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયેલ રોડ શો જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ થઇ કોટ અંદરના િવસ્તારમાં ફરી સ્વામિનારાયણ મંદિર પાસેથી ચૂંટણી કાર્યાલય ખાતે સંપન્ન થયો હતો. શહેરમાં ઠેક ઠેકાણે વેપારીઓ અને વિવિધ સમાજના મંડળોએ પરેશ રાવળનું ખાસ અભિવાદન કર્યું હતું. દિલ્હીના છોટે મોદી તરીકે ખ્યાતી પામેલ બાળક અત્રી દવે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અત્રીએ અસલ મોદીની સ્ટાઇલમાં સંબોંધન કરીને લોકોની દાદ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...