તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આફ્રિકા મોકલવા અઢી લાખનું ઓઇલ લેવડાવીને કરી ઠગાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આફ્રિકાના વ્હોટસએપ નંબરથી મેસેજ કરી ઓઇલ એક્સપોર્ટ કરવાનું કહીને ડબલ રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. ઓઇલ આસામની કંપનીમાંથી મળે છે ત્યાંથી ખરીદી કરી લેજો. મીરજાપરના વેપારીએ ઓઇલ મંગાવીને અઢી લાખ રૂપિયા બેંકથી વલસાડની એસબીઆઇ બ્રાન્ચના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ફોન કે મેઇલનો જવાબ ન આવતા પાર્સલ ખોલીને જોયું તો તેમાંથી મધ નીકળી હતી. વેપારીએ સાયબર પોલીસ મથકે અરજી આપતા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

મીરજાપરમાં પ્લમ્બિંગના સર સામાનની દુકાન ધરાવતા જીતેન્દ્ર નરેન્દ્રભાઇ વાઘાણી (રહે. કલ્યાણપર, તા. નખત્રાણા)એ ઉમેશ મંગલા યાદવ સામે અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, ફરીયાદીના નંબર ઉપર આફ્રીકા દેશના મોબાઇ નંબર +233266464327 નંબર ઉપરથી વ્હોટસ એપ ઉપર મેસેજ આવ્યો હતો. જેમાં કહ્યું હતું કે તમારા દેશ ઇન્ડિયામાં આસામમાં શિવાય એન્ટરપ્રાઇઝ નામની કંપનમાં રામાટોનીક કયુએક્સ9 નામનું ઓઇલ મળે છે જે 500 એમ.એલ.ની કિંમત ઇન્ડિયામાં 3500 યુએસ ડોલર એટલે કે 2,52000 છે, જે ઓઇલ અમોને તે કંપનીમાંથી મંગાવી આપશો તો તમને 7 હજાર ડોલર એટલે કે 5,04,000 રૂપીયા આપશું.

મેસેજમાં શિવાય એન્ટરપ્રાઇઝનું મેઇલ એડ્રેસ તથા કંપનીની વેબસાઇટ અને મોબાઇલ નંબરની માહિતી ફરીયાદીને આપી હતી, જેની વેબસાઇટ પર સર્ચ કરતા ઓઇલ અંગે માહિતી મળી હતી અને કંપનીના મોબાઇલ નંબર 837654237 પર ફોન કરી પુછતા ઓઇલ હાજરમાં હોવાનું જણાયું હતું.

500 એમએલ ઓઇલનું સેમ્પલ મુકવા વાતચીત કરી હતી. શિવાય એન્ટરપ્રાઇઝ કંપનીએ વિગતો માંગતા મેઇલ એડ્રેસ પર વિગતો મોકલી હતી. 500 એમએલની કિંમત 2,52,000 કહી હતી. ફરિયાદીના મોબાઇલ નંબરથી ટેક્સ મેસેજ આવ્યો જેમાં વલસાડ બ્રાન્ચના એસબીઆઇ બેંકના એકાઉન્ટ નંબર તથા આઇએફએસસી કોડ અને પાન નંબર હતા.

ફરીયાદીએ તા.19-2ના આરટીજીએસ કરી 2,52,000 જમા કરાવ્યા હતા, બાદમાં આફ્રિકાના વ્હોટસએપ નંબર પર વાત થઇ હતી તેને સેમ્પલ કયાં મોકલવાનું છે તે અંગે પુછા કરતા તેમણે મુંબઇથી સેમ્પલ તેમનો માણસ લઇ જશે તેમ કહી દીધું હતું. જેનું પેમેન્ટ ડીલીવરી સમયે મળી જશે તેમ કહેવાયું હતું.

સેમ્પલ મુંબઇથી કલેકટ કરવાના હોવાથી મિત્ર ભાવીક વેલાણીના ઘરે તે સેમ્પલ પહોંચાડી દીધું હતું. તા.1-3ના મિત્ર ધીરેન ધોળુ સાથે ફરિયાદી મુંબઇ ગયા હતા જયાં પાર્સલ મેળવી આફ્રીકાના મોબાઇલ નંબર પર સંપર્ક કરતા કહેલ કે તા.2-3ના માણસ મુંબઇથી પાર્સલ મેળવી લેશે. બીજા દિવસે ફોન રીસીવ કરવાનું બંધ થઇ જતા કયાંય ખોટુ થયાનું ધ્યાને આવ્યું હતું.

બાદમાં પાર્સલ ખોલીને જોતા તેમાં મઘ જેવું પ્રવાહી ભરેલુ હતું બાદમાં મેઇલથી વાત કરવાનો પ્રયાસ કરતા કોઇ રીપ્લાય મળ્યો ન હતો. સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરી હતી, વલસાડ બ્રાન્ચના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા 2,52,000 તે એકાઉન્ટ મંગલા યાદવ ‘સમા એન્ટરપ્રાઇઝ’ બેચર રોડ, છીપવાડ વાળાના નામનો હોવાનું અને તે દુકાન કીરણભાઇ ભાણાભાઇ ટંડેલ (વલસાડ)વાળાના નામે છે. જે દુકાન ઉમેશ મંગલા યાદવ (મુંબઇ)વાળાને ભાડે અપાઇ હોવાનું તપાસમા નીકળ્યું હતું. એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

લાલચ બુરી ભલા : અનેક તરકીબોથી છેતરી લેવાના બનાવમાં ઉછાળો આવ્યો

ઓઇલ હોય કે પછી અનાજ હોય સસ્તા ભાવેથી ખરીદી કરી તમે અમને એક્સપોર્ટ કરજો તો તમને ડબલ પૈસા મળશે તેવી લાલચ આપીને પૈસા પડાવી લેવાતા હોય છે, જેમાં માલ ચોક્કસ જગ્યાએથી જ ખરીદવાનો આગ્રહ રખાય છે. માલ જયાંથી ખરીદી થાય તે જ લોકો આવા મેસેજ કે ફોન કરીને લાલચ આપતા હોય છે અને ખરેખર માલને બદલે બીજું કંઇ જ પધરાવી દેવાય છે.

મીરજાપરના વેપારી પાસેથી નવી તરકીબથી અઢી લાખ પડાવી લેવાયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો