તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા મતદાન અધિકારીઓની તાલીમની તારીખમાં ફેરફાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ભુજ વિધાનસભા મતદાર વિભાગની મહિલા મતદાન અધિકારીઓની તાલીમ તા.૧૪/૪/૨૦૧૯ (રવિવાર)ના ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ, ખાતે રખાઇ હતી. જેના કાર્યક્રમમાં ફેરફાર કરી હવે અા તાલિમ મહિલા મતદાન અધિકારીઓની તાલીમ 17મી તારીખે તેજ સ્થળે રાખવામાં અાવી છે. ઉકત તારીખે અને સમયે તાલીમ અર્થે તથા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સાથે અચૂક હાજર રહેવા જણાવાયું છે. વધુમાં ભુજ વિધાનસભા મતદાર વિભાગનાં પ્રિસાઇડીંગ ઓફીસરોની તાલીમ તા.૧૩/૪/૨૦૧૯ના બપોરે ૩ થી ૭ કલાક તથા પોલીંગ ઓફીસર-૧ તથા પોલીંગ ઓફીસરનીતાલીમ તા.૧૫/૪/૨૦૧૯ના બપોરે ૩ થી ૭ કલાકે ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજ ખાતે રાખવામાં આવી છે. તા.૧૫/૪/૨૦૧૯નાં ઉકત સ્થળે સવારે ૧૧ કલાકથી સાંજે ૭ કલાક દરમ્યાન ભુજ તાલુકાનાં સર્વે પોલીસ, હોમગાર્ડઝ, બોર્ડર વિંગ જવાનોએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...