• Gujarati News
  • National
  • Bhuj News Certificates Were Given To The Sisters Who Received Employment Oriented Training In Kukama 061127

કુકમામાં રોજગાર લક્ષી તાલીમ મેળવનાર બહેનોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ| કુકમાં સ્થિત અવધનગરમાં જન શિક્ષણ સંસ્થાન – ઇન્દ્રપ્રસ્થ કચ્છ દ્વારા ડ્રેસ મેકીંગ કોર્ષનું અાયોજન કરવામાં અાવ્યું હતું. અા સેન્ટરના લાભાર્થીઅો માટે તાજેતરમાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ સંસ્થા તેમજ કુકમા ગ્રામ પંચાયતના સહયોગથી રાખવામાં અાવ્યો હતો. શરૂઆતમાં સંસ્થાના અફશાનાબેન માંજોઠી દ્વારા પરિચય આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સેન્ટરના 20 લાભાર્થી બહેનો જોડાયા હતાં. લાભાર્થી બહેનો વર્ષાબેન વેલજી મારવાડા, મહેશ્વરી જશોદાબેન ગોપાલભાઇ અને રાઠવા ચંપાબેન શૈલેશભાઇએ તેઓ કેવી રીતે રોજગાર મેળવે છે તેની રજૂઆત કરી હતી અને બીજા લાભાર્થી બહેનો પણ આગળ આવે તે બાબતની રજુઆત કરવામાં આવી હતી. કુકમા ગામના સરપંચ કંકુબેન વણકર દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં સંસ્થા અલગ-અલગ રોજગારલક્ષી સેન્ટરો ચાલુ કરે તે વીશે વાત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...