- Gujarati News
- National
- Bhuj News Certificates And Prizes Were Awarded To Students Who Passed Various Sanskrit Exams 061623
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંસ્કૃતની વિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઅોને પ્રમાણપત્ર અને ઇનામો અપાયા
ભુજ| તાજેતરમાં સંસ્કૃતની પ્રબોધથી મધ્યમ સુધીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ છાત્રોનું પ્રમાણપત્ર અને ઇનામો અાપી બુહમાન કરાયું હતું. નાગર જ્ઞાતિના મહિલા અગ્રણી મીનાબેન વોરાના પ્રમુખ પદે યોજાયેલા કાર્યક્રમમાં પા.પુ.વિભાગના વરીષ્ઠ કર્મચારી કિશોરભાઇ મચ્છર, ઇફકો-કંડલાના પૂર્વ મેનેજર હિંમાશુભાઇ અંતાણી સહિતના અગ્રણીઅો હાજર રહ્યાં હતાં. પ્રારંભમાં પારૂલબેન બુચે તમામને અાવકાર અાપ્યો હતો. જ્યારે પ્રસંગ પરિચય અાશાબેન સ્વાદીયાઅે અાપ્યું હતું. અા પ્રસંગે છાત્રોનું પ્રેમીલાબેન માંકડ, દર્શનાબેન , ઝરણાબેન પટ્ટણીના હસ્તે બહુમાન કરાયું હતું. ઇનામો ગ્રામ રક્ષકદળના પૂર્વ અધિકારી અને મહિલા અગ્રણી ઉષાબેન ઠક્કર તરફથી અપાયા હતાં. બાળકો નાનપણથી સંસ્કૃતમય બને અને સંસ્કૃત ભાષા થકી જ સંસ્કૃતિ ટકી રહેશે અેમ અગ્રણીઅોઅે જણાવ્યું હતું. સંચાલન કેન્દ્ર વ્યવસ્થાપક વિભાકર અંતાણી અને અાભારવિધિ ભૈરવીબેન વૈદ્યઅે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નવિનભાઇ ગામોટ, અને પ્રશાંતિબેન વોરાઅે જહેમત ઉઠાવી હતી. અંદાજે 100 જેટલા બાળકોને ઇનામો અપાયા હતાં. કચ્છમાં સાડા ચાર દાયકાથી સંસ્કૃત પ્રચાર-પ્રસાર કરવામાં અાવતું હોવાનું જણાવાયું હતું.