• Gujarati News
  • National
  • Bhuj News Capable And Inspiring To Deliver Positive Benefits To The Wider Public Community 061122

વ્યાપક જન સમુદાયને સકારાત્મક લાભો પહોંચાડવા સક્ષમ અને પ્રેરણાદાયક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યાપક જન સમુદાયને સકારાત્મક લાભો પહોંચાડવા સક્ષમ અને પ્રેરણાદાયક પ્રોજેકટને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ આપવામાં આવે છે. સ્કોચ ગ્રૂપ દ્વારા આયોજિત વર્ષ 2019ના આ એવોર્ડ માટે કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઅે રજૂ કરેલા ઇ હેલ્થ, સોનોગ્રાફી અને બાલસખા-3 પ્રોજેકટને તાજેતરમાં દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા ખાનગી બાળરોગ નિષ્ણાંતને સાંકળતી બાલસખા-3 યોજના અંતર્ગત બાળકની સારવાર માટે 49 હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જ્યારે સગર્ભાવસ્થા દરમ્યાનથી જ બાળકનો યોગ્ય વિકાસ થાય છે કે નહીં તે જોવા તમામ સગર્ભા માતાઓની સોનોગ્રાફી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે આ અંતર્ગત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત અને રેડીયોલોજીસ્ટ સાથે સંકલન કરીને અત્યાર સુધીમાં 64544 સગર્ભાની તપાસ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...