તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી ભરાતા પ્રથમ દિવસના અાયોજન રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત પડી રહેલા વરસાદના પગલે ભુજમાં અનેક સમસ્યા ઉત્પન્ન થઇ છે. તો અનેક જગ્યાઅે પહેલા દિવસનું અાયોજન રદ કરવાનો વારો અાવ્યો હતો. જેના પગલે ખેલૈયાઅો નિરાશ થયા હતા.સતત પડી રહેલા વરસાદના પગલે હવે લોકો અકળાઇ રહ્યા છે. અેક બાજુ લીલા દુકાળનો ખતરો ઊભો થયો છે. તો બીજીબાજુ હવે તહેવારોની રોનક બગડી રહી છે. નવરાત્રિના પહેલા નોરતે જ સવારે વરસાદના કારણે અનેક સ્થળોઅે પાણી ભરાયા હતા. જેના પગલે પ્રથમ દિવસે અાયોજન રદ કરાયું હતું. બીજા દિવસથી અાયોજન રાબેતા મુજબ શરૂ થાય તેવી અાશા વ્યક્ત કરાઇ છે.

ગટરના પાણીથી વોકળાની વર્ષો જૂની ગરબીના ખેલૈયાના રંગમાં ભંગ
વોકળા ફળિયામાં પાલિકાઅે ગટર અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી નથી, જેથી ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિમાં પણ ગરબીના અાયોજનમાં રંગમાં ભંગ પડ્યો છે. વર્ષો પહેલા નોબતના તાલે હમચી દાંડિયા પરોઢ સુધી રમાતા હતા. પરંતુ, ચાલુ સાલે ગટરના પાણી વહી નીકળ્યા છે, જેથી રંગમાં ભંગ પડ્યો છે. તસ્વીર : પ્રકાશ ધીરાવાણી

અન્ય સમાચારો પણ છે...