ભુજમાં જાયન્ટ્સ પરિવાર દ્વારા કાદમ્બરી દેવીપૂજક સમૂહલગ્નમાં કન્યાદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | ભુજ શહેરના કોડકી રોડ પર કાદમ્બરી દેવીપૂજક કન્યાઓના સમૂહલગ્નમાં જાયન્ટસ્ ગ્રુપ ઓફ ભુજ અને સાહેલી ગ્રુપ પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા રસોડા સહીતની સાધનસામગ્રી આપવામાં આવી હતી. ફેડ ઓફિસર લક્ષ્મણભાઇ માવાણી દ્વારા ધાબળા આપવામાં આવ્યા હતા. ફેડ પ્રમુખ નિષાદભાઈ મહેતા અને રણજીતસિંહ ઝાલા દ્વારા થાળી, વાટકા, ગ્લાસ આપવામાં આવ્યાં હતાં. અન્ય દાતાઓમાં સોની હર્ષદભાઈ, દિલીપભાઈ કંસારા, ચંદ્રકાન્ત કંસારા, પ્રદીપભાઈ જોશી, વિનોદભાઈ ચૌહાણ, પ્રદીપભાઈ ગોરજી વગેરે રહ્યાં હતાં. જાયન્ટસ્ ગ્રુપ ઓફ ભુજ સાહેલી બહેનોના દાતાઓ મીતાબેન વાઘમશી, દિલશાદબેન, અરુણાબેન, રીનાબેન, માલતીબેન, રાધાબેન, કૃતિબેન, શોભનાબેન હાજર રહ્યાં હતાં. કાદમ્બરી દેવીપૂજક સમાજના આગેવાનો જેન્તીશંકર વાઘેલા, દેવજી વાઘેલા, કરશન પરમાર, નયન વાઘેલાએ જાયન્ટસ્
પરિવારનો આભાર માન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...