લોકડાઉનનો ભંગ, 194 વાહનો ડીટેઇન, 18 જણા સામે પગલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની માહામારી સામે અટકાયતી પગલા લેવા રાજ્યભરમાં લોકડાઉન કરી દેવામાં અાવ્યું છે તેમ છતાં કાયદાનું ઉલઘન કરનારાઅો બાજ નથી અાવતા શુક્રવારે પશ્ચિમ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરનારા કુલ 208 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં અાવી છે. જેમાં 194 વાહનોને જિલ્લા ટ્રાફિક દ્વારા ડીટેઇન કરવામાં અાવ્યા છે અને કામ કાજ ન હોવા છતા પણ ટોળું વળીને ભેગા થયેલા અને અાટા ફેરા કરનારાઅો સામે 188ની કલમ તળે કાર્યવાહી કરવામાં અાવી છે.

જેમાં ભુજ અે ડિવિઝન પોલીસે શહેરમાંથી ટોળું વળીને બેઠેલા નવ જણાઅો તો, બી ડિવિઝન પોલીસે નાગોરમાંથી પાંચ જણાઅો સામે ગુનો નોંધ્યો છે, મુન્દ્રામાં ત્રણ અને નખત્રાણામાં અેક મળી કુલ 18 જણાઅો પોલીસની ઝપેટમાં અાવી ગયા છે.જ્યારે જિલ્લાભરમાંથી 194 જેટલા વાહનનો ડિટેઇન કરવામાં અાવ્યા છે. પોલીસની કડક કાર્યવાહીથી સન્નાટો છવાઇ જવા પામ્યો છે.

ભુજ અને નાગોરમાં ટોળું વળીને તો, નખત્રાણા, મુન્દ્રામાં ભટકતા પકડાયા

ભુજમાં પકડાયેલા શખ્સો

ઉમર નવાઝ સુમરા, સીધીક હુશેન સુમરા, શબીર સીધીક સમા, રોહિત રમેશભાઇ પ્રજાપતિ, અજીજ સીધીક સમા, યાદરામ ઉદયવીરસિંહ પ્રજાપતિ, મેહુલ પ્રભાશંકર વ્યાસ, પ્રેમજીભાઇ મંગલભાઇ, વાલજી જીવણભાઇ સથવારા સહિત નવ જણાઅોને અે ડિવિઝન પોલીસે પકડય પાડ્યા હતા.

નાગોરમાં બસ સ્ટેન્ડ પરથી પાંચ પકડાયા

રમેશ શીવજીભાઇ જેપાર, બાબુ હરીભાઇ ગરવા, કાનજીભાઇ હીરાભાઇ ગરવા, જયેશ લાલજીભાઇ જેપાર ભરતભાઇ જેઠાભાઇ જેપાર, પાંચેય જણાઅો બસ સ્ટેશન પર ટોળું જમાવતાં પોલીસે ઝડપી લીધા હતા.
અન્ય સમાચારો પણ છે...