તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BOB ATM | સુરક્ષા માટે 5 CCTV કેમેરા, પણ બે પંખા-એસી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટ બંધીના સમયથી લોકોમાં એટીએમ વપરાશ સામાન્ય થઈ ગયો. સરકારે ઉપાડ માટે મહત્તમ રુ 2 હજારની રકમ નિયત કરતા તે સમયે લાઈનો લાગતી. જોકે ત્યારબાદ આ સગવડતા ઘણી વખત અગવડતા બની ગઈ છે. ભુજના ઘણા એટીએમ સેન્ટરમાં કચરાના ઢગ કે એસી બંધ હોવા સામાન્ય બાબત છે. મંગલમ્ ચાર રસ્તાથી માંડવી તરફ જતા રસ્તે બેંક ઓફ બરોડાના એટીએમમાં ઘણા મહિનાથી એર કન્ડીશન બંધ છે, બબ્બે પંખા લાગેલા છે જે પવન ફેંકતા બંધ થયા તેને પણ મહિનાઓ થઈ ગયા છે. કરન્સી ફીલ અપ કરતી એજન્સીઓ તેમની સુરક્ષા અર્થે પાંચ પાંચ સીસીટીવી કેમેરા લગાવી શકે છે, તો ગ્રાહક માટે સગવડતા રહે તેવું ધ્યાન કેમ નહિ આપતી હોય. તસવીર : પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...