Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કિડની દિવસ નિમિત્તે પ્રાથમિક શિક્ષકો દ્વારા રક્તદાન કરાયું
ભુજમાં ગુરુવારે વર્લ્ડ કિડની ડે નિમિતે અેલ.અેમ.અેન. ગ્રૂપ લાયન્સ હોસ્પિટલ અને અદાણી જી. કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત બ્લડ બેંકના સહયોગથી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે ડાયાલીસીસ દર્દીઅોના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું અાયોજન કર્યું હતું, જેમાં 80 શિક્ષકોઅે 24 હજાર સીસી રકતદાન કર્યું હતું.
રક્તદાન કેમ્પને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા સંઘના પ્રમુખ નયનભાઈ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, લાયન ભરત મહેતા, અભય શાહ વગેરેના હસ્તે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. દરેક તાલુકાના શિક્ષક અને શિક્ષિકા સાથે પોલીસ, સેના તથા બન્ને હોસ્પિટલના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ ઉમદા કાર્યમાં જોડાવવા બદલ શિક્ષકોને ઓન ડયુટી લીવ પણ આપવામાં આવી હતી. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોર, ધીરજ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. જનરલ હોસ્પિટલના દર્શન રાવલ, વિશ્વાસ દાવડા, નિલેશ પોકાર , પરેશ ચાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
રક્તદાતા 80 શિક્ષકોને પ્રમાણપત્રો આપી નવાજાયા