Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારની ‘ના’ છતાં ભુજમાં અાજે ભાજપનો સેમિનાર
શ્વાચ્છોશ્વાસ અને ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી ફેલાતા કોરોના વાઇરસને રોકવા માટે રાજ્યના અારોગ્ય વિભાગે શુક્રવારે બહાર પાડેલા પરિપત્રમાં સેમિનાર તેમજ શિબિરો ન યોજવા તાકીદ કરી છે તેમ છતાં અાજે શનિવારે ભુજમાં ભાજપ દ્વારા યોજાનારો કાર્યશાળાનો કાર્યક્રમ યથાવત રાખવામા અાવ્યો છે. ખુદ પક્ષના જિલ્લા પ્રમુખે જ અા પરિપત્ર બાબતે અજાણતા વ્યક્ત કરી હતી.
અારોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિઅે બહાર પાડેલા પરિપત્રમાં રોગ સામે તકેદારીના ભાગ રૂપે સરકારી કચેરીઅો કે સંસ્થાઅોમાં તા. 31/3 સુધી સેમિનાર કે કાર્યશાળા જેવા કાર્યક્રમો મોકૂફ રાખવા તાકીદ કરી છે. તેમણે લોકોને સામૂહિક મેળવાડાના નાના મોટા પ્રસંગો પણ મોકૂફ રાખવા અપીલ કરી છે તેવામાં અાજે ભુજ ખાતે ભાજપ દ્વારા યોજાનારી કાર્યશાળાને મોકૂફ રાખવાના બદલે પૂર્વ નિર્ધારિત રીતે યોજવાનો નિર્ણય લેવાયો છે.
અા કાર્યક્રમના અધ્યક્ષ રહેવાના છે તે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને અા અંગે પૂછતાં સરકારના અાવા કોઇ પરિપત્ર વિશે અજાણતા વ્યક્ત કરીને કાર્યશાળા મોકૂફ રાખવાની કોઇ સુચના તેમને મળી નથી તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અાજે તા. 14ના બપોરે ભુજના ટાઉનહોલમાં કાર્યશાળાનું અાયોજન કરાયું છે જેમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર રહેવાના છે.
કોરોનાને પગલે કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખુદ આરોગ્ય સચિવે બહાર પાડેલા પત્ર િવશે પક્ષ અજાણ હોય તેમ ભુજમાં ભાજપનો સેમિનાર યોજવામાં આવશે.
કોરોનાને પગલે 31 માર્ચ સુધી કાર્યક્રમો મોકૂફ રાખવા અારોગ્ય સચિવે બહાર પાડેલા પત્ર વિશે પક્ષ અજાણ !