તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ દ્વારા અાજથી મંડલ સંરચના કાર્યક્રમ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ દ્વારા અાજથી કચ્છમાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે મંડલ સંરચના કાર્યક્રમ શરૂ થશે. ત્રણ દિવસમાં કચ્છના દશે દશ તાલુકા અને છ શહેરોને નવા પદાધિકારી મળશે.

ભાજપ દ્વારા જારી કરવામાં અાવેલા અા અંગેના કાર્યક્રમ મુજબ તા. ૧૩ના બુધવારે ભચાઉ તાલુકો, ભચાઉ શહેર, ગાંધીધામ શહેર, ગાંધીધામ તાલુકો, રાપર તાલુકાો અને રાપર શહેરમાં અા સંદર્ભે મિટીંગ થશે.

ત્યારબાદ તા. ૧૪ના ગુરૂવારે લખપત, નખત્રાણા, અબડાસા, માંડવી અને મુંદરા તાલુકા તથા માંડવી શહેરમાં અા કવાયત હાથ ધરવામાં અાવશે. જ્યારે તા. ૧૫ના શુક્રવારે અંજાર તાલુકો, અંજાર શહેર, ભુજ તાલુકો અને ભુજ શહેરનો સમાવેશ કરવામાં અાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપમાં અા ૧૬ મંડલના પ્રમુખ સહિતના હોદેદાર બનવા માટે અેકથી વધુ દાવેદારો મેદાનમાં છે. જે માટે જે-તે શહેર-તાલુકાથી લઇને જિલ્લાના પાટનગર અને ગાંધીનગર સુધી લાગતા વળગતાઅો દ્વારા સંપર્ક સાધવામાં અાવી રહ્યો છે અને પોતાના માટે સ્થાન નક્કી કરવાનું કમિટમેન્ટ મેળવવામાં અાવી રહ્યું છે.

ભુજ જેવા શહેરમાં જ ભાજપના શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ થવા માટે જોરદાર લોબીંગ કરવામાં અાવી રહ્યું હોવાનું પક્ષના અાંતરિક વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...