Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીઅેઅેના કાયદા અંગે ભુજમાં ભાજપ દ્વારા મશાલ રેલી યોજાઇ
સીએએ અંતર્ગત કાયદાની સચોટ માહિતી પહોંચાડવાના આશયથી દેશભરમાં ભારતીય જનતા પક્ષના વિભિન્ન એકમો અને ઘટકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે શનિવારે ભુજમાં કચ્છ જિલ્લા યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મશાલ રેલી જિલ્લા ભાજપ કાર્યાલયથી પ્રારંભ થઈ બસ સ્ટેશન-જિલ્લા પંચાયત થઈ હમીરસર પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હાર રોપણ કરી સંપન્ન કરવામાં આવી હતી. ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓને જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સીએએનો જે કાયદો છે તે કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પણ નાગરિકતા આપવા માટેનો છે. અમુક અસામાજિક તત્વો દ્વારા આ કાયદાનો દુષ્પ્રચાર કરીને લોકોને ઉશ્કેરવામાં આવે છે અને દેશની શાંતિ ડહોળવામાં આવે છે. આ કાયદાની સચોટ પૂર્ણતઃ માહિતી પહોંચાડી તેવો અનુરોધ કર્યો હતો. ઉપરાંત આવનારા દિવસોમાં પક્ષના વિવિધ ઘટકો અને એકમો દ્વારા પણ સીએએ અંતર્ગત વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે તેમાં વધુમાં વધુ યુવાનો જોડાયા અને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડે તેવું જણાવ્યું હતું.