તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખપરમાં બાઇકની ટક્કરે કોમામાં સરી પડેલા ઘાયલ વૃધ્ધાનો જીવનદીપ બુઝાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા 65 વર્ષીય વૃધ્ધા ગત 11 માર્ચની સાંજે મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહયા હતા ત્યારે બાઇક ચાલકે તેમને ટકકર મારતાં ગંભીર ઇજાઅો પહોંચી હતી.જેના કારણે વૃધ્ધ કોમામાં ચાલ્યા જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઇ ઘરે લઇ અાવ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું.

માનકુવા પોલીસ મથકના અેઅેસઅાઇ ગોપાલભાઇ ખાખલાઅે અા બનાવ અંગે વિગતો અાપતા જણાવ્યું હતું કે, અકસ્માતનો બનાવ અેક માસ અગાઉ સુખપર ગામના ઇન્દીરા અાવાસ પાસેના રોડ પર બન્યો હતો. લીલાબેન ઇશ્વરભાઇ દેરૂજંગમ (ઉ.વ.65) દર્શન કરીને સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે પગે ચાલીને જતા હતા ત્યારે મોટર સાયકલ જી.જે.12 અે અાર 1448ના સગીર ચાલકે લીલાબેનને અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઅો પહોંચી હતી.જેતે વખતે લીલાબનેને તેમના પરિવારજનોઅે તાત્કાલિક સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. અા ગંભીર ઇજાઅોને કારણે લીલાબેન અેક માસ સુધી કોમામા રહેયા હતા ત્યાર બાદ તેમનો પરિવાર ગત 3 અેપ્રિલના ઘરે લઇ ગયો હતો.દરમિયાન શુક્રવારે લીલાબેને અંતિમ શ્વાસ લીધો હતો. માનકુવા પોલીસે સગીરવયના બાઇક ચાલક સામે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...