તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhushan Municipality Launches Kite Distribution Program Kite Distribution To Children 062019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજનગરપાલિકા દ્વારા લોકાર્પણ કાર્યક્રમ-બાળકોને પતંગ વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકા દ્વારા લોકાર્પણ કાર્યક્રમ-બાળકોને પતંગ વિતરણ

ભુજ :
ભુજ નગરપાલિકા દ્વારા ભુજના ભીડ ગેટ પાસે આવેલ ગાયોના વથાણનું રીનોવેશન કાર્ય સંપન્ન થતાં તેનું લોકાર્પણ ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને કરવાનું આયોજન તા.14/1 ના સવારે 10 કલાકે ભીડ નાકા પાસે, કલ્પેશભાઈ રવિલાલ ઠક્કર(પરેશભાઈ પતંગવાળા)નાં સહયોગથી બાળકોને પતંગ વિતરણ સવારે 10.30 કલાકે ગાંધીજીની પ્રતિમા પાસે, હમીરસર તળાવ પાસે, સહભાગી થવા ભુજ નગરપાલિકાના તમામ સદસ્યઓ અને ભા.જ.પા.નાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ભુજમા નિ:શુલ્ક બ્લડપ્રેશર તથા સુગરની તપાસ, મેડિકલ તપાસ

ભુજ :
ભુજ વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા ઇન્સ્ટીટ્યૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ પ્રેરિત નિ:શુલ્ક બ્લડપ્રેશર તથા સુગરની તપાસ, મેડિકલ તપાસ તથા નિદાન સર્વજન માટે ડો. પ્રભવ અંતાણી દ્વારાતા. 15/1ના સાંજે 6.30 થી 7.30 હાટકેશ્વર મંદિર ખાતે.

સત્યનારાયણ ભગવાનની સામુહીક કથા ભુજ

ભુજ :
તા.15-1ના સવારે 9 વાગ્યે સત્યનારાયણ ભગવાનની સામુહીક કથા રામધુન પાસે ભુજ મધ્યે.

સંસ્કાર ઇન્સ્ટીટ્યુટ અોફ મેનેજમેન્ટ અેન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ભુજ :
અભ્યાસ કરતાં બીબીઅે, બીસીઅે, બીકોમ(અોનર્સ) સેમે-2,4 અને 6 ની રેગ્યુલર અને રિપીટરની માર્ચ-એપ્રિલ-2020માં લેવાનારી કચ્છ યુનિ.ની પરીક્ષાના ફોર્મ તા.13-1 થી 23-1 સુધીમાં ફી ભરી જવી. વધુ માહિતી માટે કોલેજનો સંપર્ક કરવો.

ભુજમાં ખેંગારજીબાવાની પ્રતિમાને વંદના કરાશે

ભુજ :
કચ્છના સવાઇ બહાદુર રાવ ખેંગારજી બાવાની તા.15-1 ના ખેંગાર પાર્ક ખાતે ઓલી પ્રતિમાને વંદના સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા કરાશે.

સગર્ભા બહેનો માટે સમર્થ ભારત કેન્દ્ર

ભુજ :
વિદ્યાભારતી પ્રેરિત અને કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત સગર્ભા બહેનો માટે ચાલતા સમર્થ ભારત કેન્દ્રમાં તા.14/1 ના ઉત્તરાયણ નિમિત્તે વિરામ રહેશે.વધુ માહિતી માટે સંપર્ક.9428680071.

અંજાર જીમખાના ટેનીસ કલબ

અંજાર :
તા. 31/1 થી 2/2 પુર્વ કચ્છ વિભાગની સિંગલ્સ તથા લબસ્ટ ટુર્નામેન્ટ સીનીયર વિભાગ ડે એન્ડ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાા નામ મો 7977201464 પર નોંધાવી લેવા. નામ નોંધાવાની છેલ્લી તા.25-1 છે.

અંજારમાં દરરોજ શાંજે વિનામૂલ્ય યોગ વર્ગ

અંજાર :
પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અંજારમાં દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ અંજારના નગરપાલિકા ગાર્ડનમાં, ફુવારાના ચોકમાં, ટાવરની સામે શાંજે ૬:૩૦થી ૭:૩૦ દરમિયાન આ યોગ વર્ગ માં નિષ્ણાત યોગ ટીચર દ્વારા આ સમયમાં આ પેકેજમાં પુરા શરીર નો વ્યાયાયમ કરાવવામાં આવે છે. સંપર્ક:- ધીરુભાઈ રાઠોડ-૮૯૮૦૩૨૨૧૨૪, નવીનભાઈ ઠક્કર-૯૮૨૫૦૪૩૨૩૫.

નલિયામાં મેગા નેત્ર યજ્ઞ કેમ્પ

નલિયા :
નલિયા લોહાણા મહાજન અને ગાયત્રી પરિવાર નલિયા દ્વારા સંયુકત આયોજિત વિના મુલ્યે નેત્રમણી સુપર મેઘા નેત્ર યજ્ઞ કેમ્પ તા.15-1. ના સવારે 9.30થી12.30 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા મધ્યે. આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ સાથે લાવવાનું રહેશે.

માંડવીમાં નવનીત કેન્સર રીસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર

માંડવી :
માંડવીમાં જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રીસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટરમાં તા. 15/1 અમદાવાદના રેડીયોલોજીસ્ટ દ્વારા સોનોગ્રાફી, એક્ષ રે,વગેરેની તપાસ કરી આપવામાં આવે છે. તથા ડાયાલીસીસ સંપૂર્ણપણે ફ્રી કરી આપવામાં આવે છે. ફોન નં- 02834-224108

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો