તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં 80 કિલો ગાેવંશના માંસના જથ્થા સાથે 3 ઝડપાયા: 2 નાસી છુટયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ભુતેશ્વર મસ્જિદ વિસ્તાર પાસેથી બી ડિવીઝન્ પોલીસે 80 કિલો ગાૈવંશના માંસના જથ્થા સાથે 3 અારોપીઅોને પકડી પાડયા હતા. જોકે પોલીસને અા રેઇડ દરમિયાન 2 શખસો નાસી છુટવામાં સફળ રહેતાં તેમને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરવા સાથે તપાસ અાગળ ધપાવવામાં અાવી છે.

પોલીસને અેવી બાતમી મળી હતી કે ભુતેશ્વર મસ્જીદ પાસે રહેતો ઉમર સુલેમાન મોખા તથા નાના વરનોરામાં રહેતો તેનો સાળો નઝમ જાનમામદ મોખા ભુજના રખડતા પશુઓ પકડી લઈ જઈ પોતાના ઘરે પરીવારના સભ્યોની મદદથી ગૌવંશની ગેર કાયદેસર કતલ કરી તેનુ માસનું વેચાણ કરી રહ્યા છે. અા બાતમીના અાધારે ઉમર સુલેમાન મોખાના ધરે દરોડાની કાર્યવાહી કરવામાં અાવી હતી.

પોલીસની અા કાર્યવાહી સમયે જુલાબાઇ સુલેમાન મોખા, જમીલાબેન ઉમર મોખા, ઇમ્તિયાઝ અબ્દુલ જુણેજા પકડાઇ ગયા હતા. જયારે ઉમર સુલેમાન મોખા અને નઝમ જાનમામદ મોખા નાસી છુટયા હતા. સ્થળ પરથી મળી આવેલ માસના જથ્થાનું પરીક્ષણ વેટરનીટી ડોકટર એચ.એમ.ઠકકર નાઓ મારફત કરાવાયા બાદ રિપોર્ટના અાધારે 4000ની કિમતનું ગાૈવંશનું માંસ અને હેરાફરે માટે ઉયયોગમાં લેવાતા 20,000ની કિમતનું બાઇક જપ્ત કરાયું હતું. કતલ કરવા માટે બાંધી રાખેલ 2 વાછરડાને બચાવી લઈ ભુજ પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં પો.ઈન્સ એમ.એન.ચૌહાણ તથા એ.એસ.આઈ જયદીપસિંહ ઝાલા,પો.હેડ.કોન્સ હરીશચંદ્રસિંહ જાડેજા,પો.હેડ.કોન્સ શિવરાજસિંહ રાણા, પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઈ ધરડા,પો.કોન્સ નિલેશ ચૌધરી, પો.કોન્સ પોપટભાઈ ચૌધરી, પો.કોન્સ દરશરથ ચાવડા,તથા વુ.પો.કોન્સ લક્ષમીબેન રબારી જોડાયેલ હતા.

માંસ ગાૈવંશનું કે ગાયનું તે તપાસ થવી જરૂરી
હાલ જયારે નવલી નવરાત્રીના તહેવારોની શરૂઅાત થઇ છે તેવા જ સમયે ગૈા વંશના માસનો જથ્થો ઝડપાતાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે ઝડપાયેલ અા જથ્થો ગૈાવંશનો છેકે ગાયનું તેની ઘનિષ્ઠ તપાસ થવી જરૂરી બની ગઇ છે. જો અા માંસ ગાયનું હોય તો બનાવની ગંભીરતા અનેકગણી વધી જાય છે.

બાતમીના અાધારે બી ડિવીઝન પોલીસે ભુતેશ્વર મંદિર પાસે કરી કાર્યવાહી
અન્ય સમાચારો પણ છે...