તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: વાયડા શાહ સુભાષ ચમનલાલ (નિવૃત્ત એસ.ટી.કર્મચારી),(ઉ.વ. 64), તે સ્વ.ચમનલાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ: વાયડા શાહ સુભાષ ચમનલાલ (નિવૃત્ત એસ.ટી.કર્મચારી),(ઉ.વ. 64), તે સ્વ.ચમનલાલ હરજીવનના પુત્ર, હેમાક્ષીબેનના પતિ, સ્વ. ભદ્રકાંત, સુભદ્રાબેન સુભાષભાઈ (પાટણ), ધનલક્ષ્મીબેન દીપકભાઈ (અમદાવાદ), જયશ્રીબેન લલિતભાઈ(મુંબઇ)ના ભાઈ, ભોગીલાલભાઈ (નિવૃત્ત આચાર્ય) તથા સ્વ. ધીરજલાલના ભત્રીજા, દીપેશ (આશાપુરા માઇન કેમ), મેહુલ (લાલન કોલેજ)ના કાકાઈ ભાઈ, સ્વ. ભોગીલાલભાઈ, દિનેશભાઈ ભગવાનદાસ(સિંગાપોર) અને પ્રફુલ્લભાઈ(કાજલ એજન્સી)ના બનેવી, ચિરાગ, પરાગ, બીજલ, ખૂશ્બુ, ડિમ્પલ અને જુગલના મામા તથા રશ્મિન (કાજલ એજન્સી)ના માસા તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના સાંજે 4થી 5 માતાજી ચાંગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર ભુજ ખાતે રાખેલ છે.

આદિપુર : શાંતાબેન પાંચાભાઇ સથવારા (ઉ.વ.60) તે પાંચા ગણાના પત્ની, ભરત દિનેશના માતા, દશ, યજ્ઞના દાદીનું તા.25ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા તા.27ના સાંજે 6થી 6.30 જય અંબે માતાજી મંદિર, આદિપુર ત્રણ વાડી સથવારા સમાજવાડી ખાતે રાખેલ છે.

આદિપુર : શ્રીમાળી સોની ચંદ્રકાંતભાઇ હીરાલાલભાઇ પાટણીયા (ઉ.વ.71) તે હંસાબેનના પતિ, હીના ધ્રુવકુમાર સોનીના પિતાનું તા.25ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા ભાઇઓ અને બહેનો માટે તા.28ના સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલના ડોમમાં રાખી છે. લૌકીક વ્યવહાર બંધ છે.

અંજાર : મૂળ ખેડોઇના ગુ.ક્ષ. મિસ્ત્રી પ્રભુરામભાઇ ગોવિંદજી રાઠોડ (ખેડોઇ ઘટક પ્રમુખ, ખેતી વિકાસ સ્ટોર્સ અંજાર) (ઉ.વ. 81) તે સ્વ. સાકરબેન ગોવિંદજીભાઇ રાઠોડના મોટા પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, ગં.સ્વ. માયાબેન રામજી જેઠવા (ગાંધીધામ), દલપતરામ (ખેડોઇ), વાસુદેવ (માધાપર), ઇન્દિરાબેન પ્રફુલભાઇ વરૂ (માધાપર), નિર્મળાબેન દિલીપભાઇ જેઠવા (ગાંધીધામ)ના મોટા ભાઇ, રાજેશ (મારૂતી એગ્રો) (ભુજ), સુનિલ (કૃષિ વિકાસ કેન્દ્ર, અંજાર), હર્ષદ (એગ્રી બીઝનેશ સેન્ટર, અંજાર), કિરણબેનના પિતા, પ્રદિપભાઇ માધવજી રાઠોડના સસરા, સ્વ. ધનીબેન ગોપાલભાઇ પરમાર, સ્વ. શાન્તાબેન ભાણજી વેગડના જમાઇ, રમેશભાઇ (જાંબુઆ મ.પ્ર.), હિંમતભાઇ, મનહરભાઇ, સ્વ. ભરતભાઇ, મુકુન્દભાઇ, સુલોચનાબેનના બનેવી, કંચનબેન, હેમલતાબેનના જેઠ, રેખાબેન, રીનાબેન, જીજ્ઞાબેનના સસરા, ભાવીક, વામન, જાગૃતિ, મુક્તિ, દિપ્તી, ભક્તિના મોટાબાપા, સોહિલ, માનસી, અર્પિતના નાના, કૃપા, ધ્રુવ, શ્રુતિ, ભવ્ય, જાનકી, આરૂષિ, નિતીના દાદા તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 28-2 ગુરૂવારના સાંજે 4.30થી 5.30 ક.ગ.ક્ષ. સમાજવાડી, પીરવાળી મધ્યે મેઇન હોઇલમાં રાખેલ છે.

અંજાર, ઠા. મોહનલાલ નરસિંહભાઇ પલણ (ભજીયાવાળા) (ઉ.વ. 84)તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ.કાસીબાઈ તથા મણીબાઈ નરસિંહભાઇ નારાયણજી પલણના પુત્ર, સ્વ.કરશનદાસ રામજી પરબીયયાના જમાઈ, સ્વ.મુરજીભાઈ (ભોપા)ના નાનાભાઈ, સ્વ.નરભેરામભાઈ, શામજીભાઈ, ચંપાબેન, શાન્તિલાલ, મહેન્દ્ર, દામજીના મોટાભાઈ, દિનેશ (કનૈયા પકોડા), રેખાબેન દિલિપભાઈ પોપટ (રાજકોટ), ભાવનાબેન વિપુલભાઈ ચોથાણી(ભુજ), પ્રિતીબાઈ (સ્વા.મંદિર સાંખયોગી બાઈ), રીનાબેનના પિતા, ચંદ્રકાંતભાઇ, રમણીકભાઇ, રમેશભાઈ, સ્વ.લક્ષ્મીબેન પ્રેમજી ભિયાણી, તારાબેન મણીલાલ મિરાણી, દમયંતીબેન વસંતભાઈ ગણાત્રા, સ્વ.સાવિત્રીબેન, અ.સૌ.ભારતીબેન ભરતભાઈ પલણના બનેવી, સ્વ.હીરાબેનના દિયર, સ્વ.નિર્મળાબેન, સુશીલાબેન, સ્વ.સરલાબેન, ભાવનાબેન, અનસુયાબેનનાં જયેષ્ઠ, રિધ્ધિ, રિશિ યશ તથા જેનિલના નાના તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના સાંજે 4થી 5 બન્ને પક્ષ તરફથી શ્રી લોહાણા મહાજન વાડી, સવાસર નાકા અંજાર મધ્યે રાખવામા આવેલ છે.

અંજાર : મૂળ લાખાપરના સ્વ. હાસબાઇ નાગશી પોયા (ઉ.વ. 70) તે જીવાભાઇ નાગશી પોયાના પત્ની, ડાયાભાઇ, દેવજીભાઇ, આસબાઇ, કેશરબાઇ, લીલબાઇના માતા, સ્વ. સોનબાઇ મગા સુમાર નંજણ (વડાલા)ના પુત્રી, મેઘજીભાઇ બુચીયા (રતાડીયા), દેવજીભાઇ સોધમ (નાના કપાયા), કાનજીભાઇ ધેડા (ભાદરોઇ), સોનબાઇ, લીલબાઇના સાસુ, વિનોદ, સની, કિશનભાઇ, ભાવનાબેન, ભૂમીબેન, નંદનીબેનના દાદી તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકવીધી-દિયાણો તા. 28-2 ગુરૂવારના આગરી તથા તા. 1-3 શુક્રવારના ઘડાઢોળ પાણીઆરો મતિયાદેવ મંદિરની સામે વિજયનગર કોર્ટ પાછળ રાખવામાં આવેલ છે.

માંડવી : રજનીકાંતભાઇ (વાંઝા દરજી) (ઉ.વ. 72) તે ધનલક્ષ્મીબેન જેશીંગભાઇ ખંભાતીના પુત્ર, સ્વ. કાન્તાબેન લક્ષ્મીદાસ ગોહિલના જમાઇ, સુધાબેન (ભૂતપૂર્વ શિક્ષિકા ખી.રા.ક.વિઘલય)ના પતિ, જીજ્ઞેશ, દિપક અને જલ્પાના પિતા, વૈદેહી અને પદમાના સસરા, હાર્દિકાના નાના, સ્વ. મહેશભાઇ, સ્વ. બાલકૃષ્ણભાઇ, સ્વ. રામચંદ્રભાઇના ભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ, દીપકભાઇ અને જયશ્રીબેનના બનેવી, સ્વ. શશીકાંતભાઇના સાઢુભાઇ તા. 26-2ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના સાંજે 4થી 5 કલાકે ગીરનારાની વાડી, લાખાસર ચોક, માંડવી મધ્યે.

મુન્દ્રા : (ગિરિનારાયણ બ્રાહ્મણ) ઉષાબેન ભટ્ટ (ઉ.વ.74) તે ભુપેન્દ્ર દોલતરામ ભટ્ટના પત્ની, નવલબેન રતીલાલ વ્યાસના પુત્રી, નૂતન લેવેનભાઈ ભટ્ટ, તનુજા બનવારી મહેતા, હિના જયેશભાઇ ઠાકર, આશા,અંકિતના માતા, ફોરમ અંકિત ભટ્ટના સાસુ, વિશ્વાના દાદી, કૃપાલી, પ્રિયંકા, દર્શન, જયદીપ, નંદિની, અદિતી, આદિત્યના નાની તા.26-2ના અવસાન પામ્યા છે. સદ્દગતનું બેસણું તા. 28-2 ગુરૂવારના સાંજે 4 થી 5 ગિરિનારાયણ બ્રહ્મપુરી મુન્દ્રા મધ્ય.

માધાપર : મ.ક.સ.સુ. પુષ્પાબેન (ઉ.વ. 85) તે સ્વ. મુળજીભાઇ ખેતશી ચૌહાણના પત્નિ, કનૈયાલાલ, અલ્પેશ, ભાવના, ગીતાના માતા, વર્ષા, જાગૃતિ, સ્વ. નવીનચંદ્ર ગોહીલ, જેન્તીલાલ ચાવડા (ખેડોઇ)ના સાસુ, વિનોદ ચૌહાણના ભાભી, ડાઇબેનના જેઠાણી, શાન્તાબેન મોરારજી પીઠડીયા (અંજાર)ના પુત્રી, પ્રભુલાલ, મનસુખલાલ, ગોરીબેનના મોટાબહેન, નિર્મળાબેન, પ્રવિણાબેનના નણંદ, નરેન્દ્ર, મેહુલ, સ્વ. કલ્પના, નૈના, દિપીકાના મોટા બા, મીતા, પુજાના મોટા સાસુ, જયના મોટા દાદી, નંદીપ, હીરેન, દિવ્યા, જાનકી, દીપ, ચીરાગના નાની તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના બપોરે 4થી 5 યક્ષમંદિર, બીજો ગેટ, માધાપર મધ્યે રાખેલ છે.

કેરા (તા. ભુજ) : મયાબેન (ઉ.વ.75) તે હંસરાજ ઉમરશી પોપટના પત્નિ, સ્વ.દેવકાબેન ઉમરશી પોપટના પુત્રવધુ, સ્વ. તુલસાબેન રામજી પોપટના પુત્રવધુ કિશોર, અરવિંદ, જીતેન્દ્ર, ઇન્દુ દીપકભાઈ સચદે (માંડવી), ચંદ્રિકાબેન ભરતભાઈ દૈયા (જીયાપર), સ્વ.અલ્પાબેનના માતા, સ્વ. લીલાબેન લક્ષ્મીદાસ પવાણી કેરાવાળાના પુત્રી, સ્વ લાલજીભાઈ (દેશલપર) ગં સ્વ.ડાહીબેન (કોડાય), સ્વ.ભચીબેન(મુંબઈ)ના બહેન, ગીરીશભાઈ (દેશલપર)ના ફઈ, ભવાનજી(માધાપર) , ડો.કરશનદાસ, હિરાલાલ, જેન્તીલાલ, ડો.શશીકાન્ત(અંજાર), જયસિંહ (કોટડા), સ્વ.કાન્તાબેન હરીલાલ ગણાત્રા (કોટડા), ગં સ્વ.લીલાબેન જેન્તીલાલ ગણાત્રા (અંજાર), મંજુલાબેન કિશોરભાઈ તન્ના(માંડવી)ના ભાભી, ચંદ્રિકાબેન કિશોરભાઈ અને ચંદ્રિકાબેન અરવિંદભાઈના સાસુ, રીનાબેન અમિતભાઈ પુજારા (ભુજ) હિરેન, રૂપેશ અને સોનાલીના દાદી, ડો.ચિંતન, રાજ,ખુશ્બુ, રૂચીના નાની, દક્ષ અને શૌર્યના પરદાદી તા.26-2 ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-2ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી કેરા મધ્યે.

લાકડીયા : વૈભવ મનસુખભાઇ છેડા (ઉ.વ. 28) તે મનસુખ વાઘજી છેડાના પુત્ર, અવનીબેનના પતિ, ધુર્તિ, ધિયાના પિતા તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમનુ઼ બેસણુ઼ં તેમના નિવાસસ્થાન રેલ્વે સ્ટેશનની બાજુમાં લાકડીયા મધ્યે.

મસ્કા: દિવાળીબેન જયંતીલાલ મોતા (ઉ.વ. 78) તે રાજેશભાઈ, ધનુંબેન, ભારતીના માતા, સ્વ. કાંતિલાલ મકાણી ( ભીટારા ), મનસુખલાલ પેથાણી (મસ્કા), જયશ્રીબેન ના સાસુ, સચિન, રિતેશના દાદી, સુનિતાના દાદીજી સાસુ, ભુજપુરના મોહનલાલ પુરુષોત્તમ વિઠાની પુત્રી, જવેર, શાંતા, સ્વ. મણી, રેવંતી, હંસા, હીરા, હેમલતાના બહેન, સ્વ. કાંતિલાલ મોરારજી, સ્વ. મનસુખ, ધીરજના કાકાઈ બહેન. તા. 24-2ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.27-2ના સાંજે 4થી 6. રણછોડ ભુવન, નવાવાસ, મસ્કા મધ્યે.

નિરોણા (તા. નખત્રાણા) : આયર માલા દાના (ઉ.વ. 62) તે વાલજી, મોહન, પ્રેમજી, જીવરાજ, પારૂબેનના પિતા, સ્વ. પરમાબેન, સ્વ. હીરાબેન, ભીમજીભાઇના ભાઇ, મીઠુ મૂરાના કાકાઇ ભાઇ તા. 25-2ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ગામ-વડાલા (તા.મુન્દ્રા): જાડેજા શિવુભા માધુભા (ઉ.વ.83) તે બળદેવસિંહ, હરશ્યામસિંહ, ચંદ્રસિંહના પિતા, સત્યપાલ, મયુરસિંહ, વિશ્વરાજના દાદા તા. 26/2ના અવસાન પામ્યા છે.તેમનું બેસણું 26/2 થી 2/3 સુધી તેમના નિવાસ્થાન વડાલા ખાતે તથા ઉત્તરક્રિયા 9/3 શનિવારના રોજ રાખેલ છે.

ભદ્રાવાંઢ (તા. અબડાસા) : ખોડ ભચુ વેલા (ઉ.વ. 75) તે હાસમ, તમાચી,જુસબના ભાઇ, સતાર, અબ્દુલ, અલી, મુબારકના પિતા, ઇભલા હાસમના કાકા, હારૃન હાજી ઓસમાણના બનેવી તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા. 28-2 ગુરૂવારના સવારે 10 કલાકે ભદ્રાવાંઢ મસ્જીદ ખાતે રાખવામાં આવેલ છે.

ઘડુલી : મોહનલાલ (નારાણભાઇ) સોનાઘેલા (ઉ.વ. 63) તે સ્વ. ઠા. શીવજી ગોવિંદજીના મોટા પુત્ર, સવિતાબેનના પતિ, તરૂણ, સ્વ. અશ્વીન, કલ્પનાબેન રાજેશ (નખત્રાણા), સ્વ. હેમલતાબેન નિલેશ (માંડવી)ના પિતા, આશાબેનના સસરા, સ્વ. માવજી, સ્વ. પરસોત્તમ, સ્વ. શાન્તાબેન તુલસીદાસ (મુધાન), સ્વ. રામાબાઇ મંગલદાસ (પુના)ના ભત્રીજા, સ્વ. દેવચંદ શીવજી બારૂ, મંગલદાસ શીવજી બારૂ (સીયોત)ના જમાઇ, સ્વ. અરવિંદ હરેશ (પાન્ધ્રો), મહેશ (ઘડુલી), રમેશ (દયાપર), કિશોર (સીયોત), જ્યંતિલાલ (આદિપુર), દિપક (ગઢશીશા), રીલેષ (સીયોત), જયાબેન ભગવાનદાસ (સેલવાસ), ગૌરીબેન રાજેશકુમાર (નલીયા), નિતાબેન વિરેન્દ્ર કુમાર (કોટડા જ.)ના બનેવી, લાલજી, લક્ષ્મીબેન મોરારજી (નેત્રા), ગવરીબેન, રાજેશભાઇ (નેત્રા), સ્વ. મંગળાબેનના ભાઇ, હરેશ, જગદીશ, સ્વ. જયેશ, મહેશ, દીનેશ, કિશોર, શોભનાબેન કિર્તીકુમાર (નખત્રાણા), ચંદ્રીકાબેન દીનેશકુમાર (ભુજ), ગીતાબેન વિજયકુમાર (ઘડુલી), ચેતનાબેન ચંદ્રકાન્ત (માધાપર), કસ્તુરીબેન જ્યેશભાઇ (ભુજ)ના મોટાભાઇ, સાગરના મોટાબાપા, વ્યોમના દાદા તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 28-2 ગુરૂવારના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી ઘડુલી મધ્યે. બંને પક્ષની સાથે રાખેલ છે.

રાજકોટ : મૂળ રાયપર ખોખરાના ગુર્જર સુથાર રંજનબેન રમેશભાઇ પીનારા (ઉ.વ. 59) તે રમેશભાઇ હરિરામભાઇ પીનારાના પત્નિ, સાવિત્રીબેન દામજીભાઇ બોરાણિયા (મુંબઇ)ના પુત્રી, બકુલભાઇ, ભાવિનભાઇના માતા તા. 26-2ના અવસાન પામ્યા છે. તેમનું બસણું તા. 28-2 ગુરૂવારના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન અનમોલ પાર્ક, શેરી નં. 3, આજી ડેમ ચોકી પાસે તુર્કી બાપુની દરગાહ પાસે રાજકોટ મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો