તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj To Ahmedabad R S T Bus Hotel Will Charge 171 Of The Investment 025529

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજથી અમદાવાદ રૂટની એસ. ટી. બસ હોટલ પાસે રોકાણના 171 વસૂલશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ભુજથી અમદાવાદ રૂટમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાની માળીયા ચોકડી પાસેની હોટલ ઉપર રોકાણ કરવાનું નક્કી કર્યું છે અને પ્રતિ બસના રોકાણ દિઠ રૂપિયા 171 વસુલવા સૂચના આપી છે.

નિગમે 2019ની 11મી જાન્યુઅારીએ વિભાગીય નિયામકને પત્ર લખી જણાવ્યું હતું કે, નિગમની એક્સપ્રેસ બસોને હાઈવે હોટલ ઉપર રોકાણ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 2019ની 12મી જાન્યુઆરીથી હોટલ ક્રિષ્ના પાસે રોકાણ કરવાનું રહેશે અને રોકાણ દિઠ 171 રૂપિયા વસુલવાના રહેશે, જેમાં જી.એસ.ટી.નો સમાવેશ કરી દેવાયો છે, જેથી રોકાણ આપવા પાત્ર થતી બસોની વિગતો હોટલ પ્રમાણેની યાદી મોકલી દેવાની રહેશે. વધુમાં જણાવાયું હતું કે, હોટલ માલિક પાસેથી 171 રૂપિયા કંડકટરે વસુલવાના રહેશે અને તેની ઈ.ટી.એમ.માં નોંધ કરી તેની પહોંચ હોટલ માલિકને આપવાની છે. ડેપો કક્ષાએ હાઈવે હોટલ ઉપર રોકાણ આપવાની થતી બસોના કન્ડકટરનો હિસાબ લેતી સમયે હોટલ રોકાણના નાણા વસુલવામાં આવ્યા છે કે કેમ તેની દરરોજ ચકાસણી કરવાની રહેશે. ફરજ પરના ડ્રાઈવર કંડકટર નિગમે નિયત કરેલી હોટલ સિવાય અન્ય હોટલ ઉપર રોકાણ કરે તો તેની સામે નિયમાનુસારની ખાતાકીય કાર્યવાહી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી એસટી બસો અને ખાનગી બસો ચોક્કસ હોટેલો પર જ ડ્રાઇવર દ્વારા ઉભી રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો