• Gujarati News
  • National
  • Bhuj News Bhuj Swami The Temple Gave A Check Of Rs 51 Lakh To The Cm39s Relief Fund Ration Kit Will Be Given 061154

ભુજ સ્વામિ. મંદિરે મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખનો ચેક આપ્યો, રાશનકિટ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કપરા કાળમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સરકારની પડખે ઊભું રહીને સામૂહિક દેશ સેવા માટે 51 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે અને કલેકટરના માર્ગદર્શન હેઠળ જરૂરતમંદ લોકોને રાશન કિટ સહિતની સેવા આપવાની પણ તૈયારી બતાવી છે.

મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ સેવા માટે કટિબદ્ધ છે. પાર્ષદ જાદવજી ભગતન જજણાવ્યું હતું કે, “સર્વે સંતુ નિરામયા”ની ઉમદા ભાવનાને ભુજ સ્વામિનારાયણ મંદિર કેન્દ્ર સ્થાને રાખે છે. કોઠારી સ્વામી શુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે સર્વજીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. જેને અનુસરીએ છીએ અને અન્ય પણ અનુસરે એ જરૂરી છે. કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ કહ્યું હતું કે, સરકારે વૈશ્વિક મહામારીના મહાત કરવા જે પગલા ભર્યા છે એ આવકાર્ય અને પ્રશંસનીય છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે એમા યોગદાન આપ્યું છે અને આપશે. આ પ્રસંગે ખીમજી ભગત, માંડવીથી ભગવતજીવનદાસજી, અંજારથી બાલકૃષ્ણદાસજી, ભુજ પ્રસાદી મંદિરેથી પણ સંતો હાજર રહ્યા હતા. એ સિવાય ટ્રસ્ટી રામજીભાઈ વેકરીયા, મૂરજીભાઈ શિયાણીએ પણ પૂરક માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...