તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Savitaben Keshavji Dhad Charan 60 Years She Is The Wife Of Keshavji Mala Kanti 021146

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ : સવિતાબેન કેશવજી ધવડ(ચારણ)(ઉ.વ.60) તે કેશવજી માલાના પત્ની, કાન્તી,

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ : સવિતાબેન કેશવજી ધવડ(ચારણ)(ઉ.વ.60) તે કેશવજી માલાના પત્ની, કાન્તી, રાજુબેન, લક્ષ્મી, ચંદા, મનોજના માતા, સ્વ. મુરજી રાજા, ખીમજી, હરજી, દેવજી, ભરત, બબીબેન, જવેરબેન, દિવ્યા, ભારતી, મીનાના કાકી, ધનજી, મનોજ, રમેશ, વનરાજ, રાજ, આશાબેન, નિરલના દાદી, કાળુભાઇ વિરાના પુત્રી, બાબુ, વિનોદના બેન, વસંત લખમણ, ભીમજી લખમણ, ગોવિંદ વીરાના ભત્રીજી, મલુબેન રાજાભાઇ, માલજી ધવડ, આલજી માલજી ધવડના નાનાભાઇના પત્ની, તા.24-2 ના અવસાન પામ્યા છે. તેમની આગરી તા. 27-2 ના અને પાણી તા.28-2 ના રામદેવજીના મંદિરની પાછળ ચારણવાસ રામનગરી ભુજ મધ્યે.

ગાંધીધામ : મુળ મથડાના હાજી મામદ જાકુબ આગરીયા (ઉ.વ. 41) તે મર્હુમ જાકબ મામદના પુત્ર, હસનઅલી, યુસુફના પિતા, ઇબ્રાહીમ મામદના ભત્રીજા, રમજુ મામદ આગરીયાના સાળા, રમજાન ઓસમાણ, હાસમ ઓસમાણ, ગુલામ હુશેન ઇબ્રાહીમના કાકાઇ ભાઇ તા. 25-2ના અવસાન પામયા છે. તેમની જીયારત-વાયેઝ તા. 27-2 બુધવારના સવારે 9.30થી 10.30 તેમના નિવાસસ્થાન પ્લોટ નં. 57, ગળપાદર હાઉસીંગ સોસાયટી, મતીયા ફાટક પાસે ગાંધીધામ મુકામે.

આદિપુર : મૂળ લાખાવટના ગુર્જર સુતાર જયાબેન તુલસીભાઇ અડીયેચા તે મહેન્દ્રભાઇ તથા સ્વ. કુમુદબેન વિનોદભાઇ પીનારા (કપાયા) , સ્વ. રંજનબેન વિનેશભાઇ સીતાપરા (મીરજાપર)ના માતા, તુલસીભાઇ વેલજીભાઇ અડીયેચાના પત્નિ, લાલજીભાઇ બકરાણીયાના પુત્રી, કામીનીબેન મહેન્દ્રભાઇ અડીયેચાના સાસુ, શૈલેષ, ધીરેનના દાદી તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તા. 28-2 ગુરૂવારના કપીલમુની આશ્રમ, ગુર્જર સુતાર સમાજવાડી ખાતે સાંજે 4થી 5 બેસણું. આદીપુર નવા બસસ્ટેનડની સામે.

આદિપુર : મૂળ માંડવીના શ્રીમાળી સોની ચંદ્રકાંતભાઇ પાટણિયા (ઉ.વ. 71) તે સ્વ. કાંતાબેન હીરાલાલભાઇના પુત્ર, હંસાબેનના પતિ, હિનાના પિતા, ધ્રુવકુમાર સોની (અમદાવાદ)ના સસરા, સ્વ. બચુબેન બાબુભાઇ (ગાંધીધામ)ના ભત્રીજા, સ્વ. વિનોદભાઇ, દિનેશભાઇ, સ્વ. રમેશભાઇ, ખુશાલભાઇ (નિવૃત્ત ટીસીપીસી), સનતભાઇ (નિવૃત્ત એફ.સી.આઇ), પ્રવીણભાઇ, પ્રકાશભાઇ (એસ્ટેટ એજન્ટ ગાંધીધામ), તનમનબેન જ્યંતિલાલ ગુસાણી (અમદાવાદ), સ્વ. કલ્પનાબેનના ભાઇ, અમૃતલાલ ધરમશી (અમદાવાદ)ના જમાઇ, ચંદ્રકાંત રાણપરાના બનેવી, વિરેન, હેમેન, કમલ, પરેશ, તુષાર, દેવેન, કલ્પેશ, જ્યોતિન, મનિષ, નિકુંજના કાકા તા. 25-2ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26-2ના સવારે 8.30 કલાકે તેમના નિવાસ્સ્થાન ડીએઝેડ 96, અક્ષરકુંજ, મુન્દ્રા સર્કલ પાસેથી નીકળશે.

અંજાર : સોરઠીયા શંભુભાઇ પુંજાભાઇ માલસતર (ઉ.વ. 84) તે સ્વ. પુંજાભાઇ વાલાભાઇના પુત્ર, સ્વ. શીવજીભાઇ પુંજાભાઇના ભાઇ, ગં.સ્વ. હીરીબેન વાલજીભાઇ કાતરીયાના ભાઇ, મનજીભાઇ, કંચનબેન, સવિતાબેન, લીલાવંતીબેનના પિતા, સ્વ. દયારામભાઇ, અરવિંદભાઇ, મુલજીભાઇના સસરા, સ્વ. દેવશીભાઇ રાજાભાઇ કાતરિયાના જમાઇ, સ્વ. વીરજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, દેવજીભાઇ, સ્વ. વેજીબેનના બનેવી, રશ્મિ, જાગૃતિ, અલ્પેશ, કમલેશના દાદા, ઝેનિથ તથા ઝવીનના પરદાદા તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના 10થી 11 કલાકે શ્રી યદુવંશી સોરઠીયા સમાજવાડી (કૃષ્ણવાડી ઉપરના હોલમાં) રાખેલ છે.

માંડવી : વાળંદ ગોવિંદ હરખચંદ ચૌહાણ (ઉ.વ. 47) તે રંજનબેનના પતિ, તલવાણાના હરખચંદ મીઠુભાઇના પુત્ર, જીનલ, શીતલ, હર્ષના પિતા, રતિલાલ, જેન્તીલાલ, ભાનુબેન, મીનાબેન, દિપક, કુણાલ, ભાવેશ, પિયુષ, વિજય, મહેક, નિશાલ, મનિષ, બ્રિજેશ, મયુરના ભાઇ, મુળજીભાઇ, સ્વ. ખેતશીભાઇ, સાકરબેન, શાંતાબેન, વલુભાઇ, સ્વ. સામજી, રામજીભાઇ, મનોજભાઇ, શંભુલાલ, હંસાબેનના ભત્રીજા, મુળ શેરડી હાલે મુલુંડ મુંબઇના રાઠોડ નવીનચંદ્ર મમુભાઇના જમાઇ, ધીરજ, નૂતન, હેતલ, ખુશ્બુના બનેવી, દિવ્ય, જય, વેદ, ભારતી, ત્રીસાના મોટાબાપા તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 27-2 બુધવાર સવારે 9થી સાંજે 5 સુધી રોટરી હોલ, ભુતડાવાડી માંડવી ખાતે. બન્ને પક્ષની સાથે રાખેલ છે.

માંડવી : રાજેશભાઇ ઠક્કર (પલણ) (ઉ.વ. 46) તે સ્વ. કાન્તાબેન રવજી નેણશી ઠક્કર (પલણ) દુર્ગાપુર હાલે માંડવીના પુત્ર, તે સ્વ. રાઘવજીભાઇ તથા વસંતબેનના ભત્રીજા, ગં.સ્વ. હીનાબેનના પતિ, નિધી, સાહીલના પિતા, સ્વ. મુકેશભાઇના નાનાભાઇ, ઓમ તથા મિતના કાકા, ચેતના, ભરત (ઉજ્જૈન), દીપક, સ્વ. જીતેન્દ્ર, જીજ્ઞેશ, રોહીત, કલ્પના, શર્મિલાના ભાઇ, ગં.સ્વ. કમળાબેન દિલીપભાઇ જોબનપુત્રા (માધાપર)ના મોટા જમાઇ, પ્રીતિબેન રસીકભાઇ તન્ના (મોરબી), અમીતના બનેવી, દક્ષાબેનના નણંદોયા, શૌર્યના ફુઆ, મીત તથા મીહીરના માસા, સ્વ. રતનબેન દેવકરણ ભીંડેના દોહીત્ર, સ્વ. મેનાબેન, સ્વ. ગંગાબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. સુંદરજી, સ્વ. લાલજી, સ્વ. ખીમજીભાઇ, સ્વ. મંગલદાસના ભાણેજ તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-2 મંગળવારના સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી (તળાવગેટ) ખાતે રાખેલ છે.

માંડવી : અબોટી બ્રાહ્મણ ભટ્ટ ધર્મિષ્ઠાબેન ચંદુલાલ (નિવૃત્ત આચાર્ય સાભરાઇ પ્રા. શાળા) (ઉ.વ. 63) તે સ્વ. ચંદુલાલ મુલશંકર ભટ્ટના પત્ની, કુલદીપના માતા, સ્વ. શાંતિલાલ, સ્વ. આત્મારામ, સ્વ. જયાબેન મયારામ, સ્વ. મુક્તાબેનના ભાભી, ગં.સ્વ. પ્રેમિલાબેન, સ્વ. જયાબેનના દેરાણી, નીલેશ, ગૌરાંગ, મનીષ, સેન્કી, જાગૃતિ, રૂબિ, પ્રિયાના કાકી, સ્વ. પુરબાઇ લક્ષ્મીદાસ ત્રિવેદી (તેરા)ના પુત્રી, મોહનભાઇ, કિશોરભાઇ, ગં.સ્વ. ઝવેરીબેન, સ્વ. પ્રભાબેન, હંસાબેન, લતાબેન, ગં.સ્વ. નર્મદાબેનના બહેન, નીશાબેનના સાસુ, નક્ષ, નવ્યાના દાદી તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 26-2 મંગળવારે સાંજે 4થી 5, દરજી સમાજવાડી, મુસ્કાન હોસ્પિટલની બાજુમાં, માંડવી મુકામે. બંને પક્ષની રાખેલ છે.

ભારાપર (તા. ભુજ) : રાયમા રહીમાબાઇ (ઉ.વ. 65) તે મ. રાયમા ફકીરમામદ ધાલાના પત્નિ, ગની, રફીક, અમીન, શાબીર, ફારૂકના માતા, મ. રાયમા રમજાન હારૂન (મોટી ખાખર), રાયમા મ. ઉમર હારૂન (ગુંદાલા)ના બહેન, રાયમા મહેબુબ ઇબ્રાહીમ (અંજાર), રાયમા સલીમ મુસા (ભારાપર)ના સાસુ તા. 25-2ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-િઝયારત તા. 27-2 બુધવારના સવારે 10થી 11 વાગ્યે ભારાપર મધ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

નાગોર : મુળ રેહાના ક.ગુ.ક્ષ.(મિસ્ત્રી) ચૌહાણ શાંતિલાલ કુંવરજી ચૌહાણ(ઉ.વ.82) તે સ્વ. રંભાબેનના પતિ, મોહનલાલ કુંવરજી ચૌહાણ(માધાપર)ના મોટાભાઇ, ધારશી દેવરામ વેગડ(માધાપર)ના સાઢુ, રાજેશ ચૌહાણ(પાણી પુરવઠા બોર્ડ)ના પિતા, નયનાના સસરા, પ્રિયા, હેમાન્સી, કરણના દાદા તા. 25-2 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 ના બુધવારના 4 થી 5 દરમિયાન ક.ગુ.ક્ષ. સમાજવાડી નાગોર મધ્યે.

વાંઢ(તા.માંડવી) : સંગાર કુંવરબાઇ હાજાભાઇ(વાઘેલા)(ઉ.વ.101) તે સંગાર હાજાભાઇ ધાઉભાઇ(વાઘેલા)ના પત્ની, ભીમજીભાઇ, વેલજીભાઇ, ગં.સ્વ. જેતબાઇ, ભાણજીભાઇ(શેરડી), સ્વ. મઠાબાઇ કમાભાઇ(બિદડા), લક્ષ્મીબેન, જેઠીબાઇ જેઠાભાઇ(વાંઢ), ગં.સ્વ. ગંગાબેન શંકરભાઇ(શેરડી)ના માતા, સામત, શીવજી, મહેશના દાદી તા. 25-2 ના અવસાન પામ્યા છે. તેમની સાદડી નિવાસસ્થાને તા. 26-2 થી 28-2 સુધી રાખેલ

જુના કટારીયાઃ ઠકકર શાંતિલાલ તુલસીદાસ નાથાણી (ઉ.વ.64) તે સ્વ.તુલશીદાસ દયાળજીભાઇ નાથાણી ના પુત્ર, નીમૅળાબેનના પતિ,સ્વ.લાઘીબેન મંગળજી લીલાધરભાઇ પુજારા(રવ) ના જમાઈ, રક્ષાબેન સુનીલકુમાર દક્ષિણી(મુંબઈ), ગીતાબેન દીલીપકુમાર પુજારા (રાપર), અલ્પાબેન હીતેશકુમાર, ચેતનાબેન જીતેન્દ્રકુમાર દક્ષિણી (વાઢીયા), ભાવનાબેન સચીનકુમાર આડ ઠક્કર (ભચાઉ), સંતોષબેન, હાદિક(લાલા)ના પિતા,તનીસ,વિધી,હેન્સી, દેવ,વૃતિ,આરવીના નાનાબાપા, મીનાબેન ભાવેશકુમાર કોટક(મુંબઈ), ક્રિષ્નાબેન બ્રિજેશકુમાર કારીયા (ભચાઉ), અશ્વિન,પ્રકાશ,હર્ષના મોટાબાપા, પ્રવીણભાઈ મંગળજીભાઇ પુજારા(રાપર), સ્વ.પ્રેમીલાબેન નાનાલાલ ચંદે (ગાંધીધામ), વીમૅળાબેન રામજીભાઈ રાજદે (આદીપુર)ના બનેવી, કાન્તાબેન મણીલાલ કોટક, ધનગવરીબેન મુરજીભાઈ દક્ષિણી (મુંબઈ)ના ભાઇ, કનૈયાલાલ દેવચંદભાઇ, નવીનભાઇ દેવચંદભાઇ નાથાણીના કાકાઇ ભાઇ, ચેતન,ઇલા,ભાવના,આરતીના ફુવા, પાનાચંદભાઇ દેવચંદ ભાઇ રાજદે (રાપર)ના દોહીત્ર તા.23/02ના અવસાન પામ્યા છે. તેમનીબન્ને પક્ષની પ્રાર્થના સભા તા.28/02 ના સાંજે 4 થી 5 વાગ્યે, પટેલ સમાજવાડી જુના કટારીયા મધ્યે રાખેલ છે. દશો રાખેલ નથી.

સિંધોડી મોટી : સવરાજ પરબત ગઢવી (પોલીસ હેડ. કોન્સ્ટેબલ, જખૌ- અબડાસા) (ઉ.વ. 55) તે પુરબાઇબેનના પતિ, સ્વ. પરબત નાગડા ગઢવી તથા સ્વ. જેતબાઇ પરબત ગઢવીના પુત્ર, મેઘરાજભાઇ, ગોપાલભાઇ, મોમાયાભાઇ, વાલબાઇબેન કાનજી સામરાણી (સિંધોડી), કમશ્રીબેન આત્મારામ માછાણી (સિંધોડી), માલબાઇ મનુભાઇ જામોતર (આદિપુર)ના ભાઇ, ખીમશ્રીબેન કાનજી જામોતર (આદિપુર) તથા જયશ્રીબેનના પિતા, કાનજી મનુભાઇ જામોતર (આદીપુર)ના સસરા, સ્વ. સામરા ગોપાલ વારીયા તથા લક્ષ્મીબેન વારીયાના જમાઇ, સ્વ. દેવરાજ, પ્રતાપ (એડવોકેટ), કિશોર, ચંદ્રસિંહ (એડવોકેટ), હરેશ (એસ.ટી. ડ્રાઇવર-નવસારી), હિતેશ, રામ (એડવોકેટ), અરજણ (પોસ્ટ ઓફિસ-ભચાઉ), દેવલબેન રાજીયા માંછાણી, રાજબાઇ વાલજી વીસાણીના કાકા તા. 24-2ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા. 27-2 સુધી તેમના નિવાસસ્થાન રાખેલ છે. પ્રાર્થનાસભા તા. 27-2ના સાંજે 4થી 5 કલાકે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા (પાણી) તા. 7-3ના તેમના નિવાસસ્થાને.

દોલતપર(તા.લખપત) : કુંભાર અમાબાઇ જુમાભાઇ(ઉ.વ.75) તે ઇસ્માઇલભાઇ, હુશેનભાઇ, મામધભાઇના માતા, કુંભાર ઓસ્માણભાઇ, અલીમામધભાઇના કાકી, કુંભાર આમધ ઇસ્માઇલ, કુંભાર સાલેમામધ મુસાભાઇ(મોલાના)ના સાસુ તા. 25-2 ના અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા. 28-2 ના સવારે 10.30 કલાકે દોલતપર મસ્જિદ મધ્યે.

ભાંડુપ (મુંબઇ) : મુળ માંડવીના મ.ક.સ.સુ મિતેશ (ઉ.વ. 40) તે નિમુબેન રસિકલાલ સોલંકીના પુત્ર, લતાબેનના પતિ, પ્રથા અને જીતેનના પિતા, સમીરના મોટાભાઇ, ગીતાના જેઠ, પ્રાપ્તિના મોટા પપ્પા, વંદનાબેન બાલકૃષ્ણ કુડવેના જમાઇ, સ્વ. ધિરજલાલ દેવજી સોલંકી, ગં.સ્વ. હંસાબેન વિનોદ (માંડવી), સ્વ. જ્યોત્સનાબેન રામજી (સુરત), ગં.સ્વ. ધનવંતીબેન રમેશ (માધાપર), ભારતીબેન (સુખપર)ના ભત્રીજા, પ્રશાંત અને જયેશના કાકાઇ ભાઇ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. રસીકભાઇ, અમૃતલાલ, રમેશભાઇ સોલંકી (અંજાર), સ્વ. સવિતાબેન શાંતિલાલ (ભાવનગર)ના ભાણેજ તા. 19-2ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27-2 બુધવારના 4થી 5 દરજી સમાજવાડી નાગનાથ રોડ, માંડવી મધ્યે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો