• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News bhuj priyadasam swami the principal of swaminarayan throne at baldia 061706

ભુજ | બળદિયા ખાતે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીની

Bhuj News - bhuj priyadasam swami the principal of swaminarayan throne at baldia 061706

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:17 AM IST
ભુજ | બળદિયા ખાતે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં વિશ્વ મંગલ મહોત્સવ જીવન પ્રાણ અબજીબાપા શતામૃત મહોત્સવના અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓ યોજાઈ હતી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન માનવસેવા અભિયાન અંતર્ગત ગૈાસંવર્ધન, ગાયોના ઓલાદની સંવર્ધન માટે ગ્રામ્ય વિકાસ માટે, પાણી પુરવઠા માટે, મંદિરના જિર્ણોદ્ધાર માટે આદિ વિવિધ ક્ષેત્ર માટે અનુમાનિત રૂપિયા ૭ લાખનું દાન દેવાયું હતું તથા જરૂરીયાત મંદોને ૨૫ હાથલારી ફરતી દુકાન વિતરણ કરાઇ હતી. બળદીયાની સફાઈ કરવામાં સહેજે કચાશ રખાઈ નહોતી, બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. મહોત્સવમાં જીવનપ્રાણ અબજીબાપાના પુત્ર મનજી બાપાના પુત્ર લાલજીભાઈ તથા પરિવારના સભ્યોને સન્માનિત કરાયા હતા. આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદમાં હાકલ કરતાં જણાવ્યું હતું કે માનવીએ વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ કેમ કે વ્યસન તે વિનાશ કરનારું છે. વિદેશમાં વસતા હોય અને કંઠી, તિલક કર્યા હોય પરંતુ જીવનમાં શિક્ષાપત્રી પ્રમાણેના આદેશનું પાલન કરવું અતિ આવશ્યક છે અને તેથી જીવનમાં ઉત્કર્ષ સાધી શકીશું.

X
Bhuj News - bhuj priyadasam swami the principal of swaminarayan throne at baldia 061706

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી