ભુજની સંસ્થાઅોઅે 70 જેટલા અબોલ જીવોને બચાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમીસર તળાવમાંપાણી વગર વલખાં મારતા 10 જેટલા કાચબા તેમજ રસ્તે રખડતા 60 જેટલા નબળા નંદીઅોને ભુજની સંસ્થાઅો દ્વારા બચાવી લેવાયા હતા.

કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ ભાવેશ પરમારને તળાવમાં પાણી વિના કાચબા તરફડતા હોવાની જાણ થતાં ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાચબાઓને ખત્રી તળાવમાં તરતા મુક્યા હતા. નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના અધ્યક્ષ ફુલેશ માહેશ્વરી, જયેશ કોઠારી, ઈશ્વર વાઘેલા , સુરેશ વાઘેલા વગેરે જોડાયા હતા. અા ઉપરાંત શહેરી વિસ્તારમાં માલધારીઓ દ્વારા તડછોડાયેલા 60 જેટલા નબળા નંદીઓને રાતા તળાવ ખાતે ઓધવરામ વાલારામ પાંજરાપોળમાં નસેડાયા હતા તેમજ પંકજકુમાર વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...