- Gujarati News
- National
- Bhuj News Bhuj Municipality39s Coa Recovers 29 Lakh In A Single Day On Friday 061527
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ પાલિકાના સી.અો.અે શુક્રવારે અેક જ દિવસમાં 29 લાખ વસુલ્યા
ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીઅે માર્ચ માસમાં મિલકતધારકો અને વેપારીઅો પાસેથી બાકી વેરાની ચડત રકમ વસુલવા તેવર બદલ્યા છે, જેથી બાકીદારો રૂપિયા ભરી રહ્યા છે, જેમાં શુક્રવારે સરકારી અેન્જિનિયરિંગ કોલેજે 10 લાખ રૂપિયાનો ચેક અાપ્યો હતો તો બીજી બાજું ગીતા માર્કેટમાં ઢોલ નગારા સાથે પહોંચેલા મુખ્ય અધિકારી નીતિન બોડાતે દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ કરતા જ વેપારીઅોઅે ફટાફટ રૂપિયા ભરવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે શુક્રવારે અેક જ દિવસમાં વિક્રમી 29 લાખ રૂપિયાની વસુલાત સંભવ બની હતી.
ભુજ નગરપાલિકાના વિવિધ શાખાના કર્મચારીઅોને લઈને ઢોલ નગારા વગાડી ટેક્સ વસુલાત માટે નીકળેટલી ટેક્સ બ્રાન્ચને ખાસ સફળતા મળી ન હતી, જેથી અંતે 29મી ફેબ્રુઅારીઅે મુખ્ય અધિકારી નીતિન બોડાત જાતે નીકળ્યા હતા અને સંતોષી માતાના મંદિર સામે અેસ.ટી. કોલોનીમાં સીલ લગાડવાની કાર્યવાહી શરૂ કરતા જ વેરા વસુલાતની રકમમાં સારો અેવો ઉછાળો અાવ્યો હતો. જે બાદ ગુરુવારે ફરી નવી શાક માર્કેટથી લાલ ટેકરી સુધી મોટા બાકીદારોના પ્રતિષ્ઠાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરતા જ બાકીદારોઅે ફટાફટ રૂપિયા ભરવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે પણ મુખ્ય અધિકારી જાતે નીકળ્યા હતા અને તેમના બદલાયેલા તેવર જોઈને મિલકતધારકો અને વેપારીઅોઅે ફટાફટ ચેક અાપવાનું શરૂ કરી દીધું હતું.
ગીતા માર્કેટમાં દુકાનો સીલ કરતા જ વેપારીઅોઅે ફટાફટ વેરા ભર્યા
વેરા વસુલાતે 10.17 કરોડનો અાંકડો પાર કર્યો
ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, ગત હિસાબી વર્ષ 2018/19માં વિવિધ સુવિધાના ચાર્જ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ પેટે 9 કરોડ 74 લાખ 78 હજાર 968 રૂપિયા, વ્યવસાય વેરા પેટે 1 કરોડ 53 લાખ 61 હજાર 532 રૂપિયા, દુકાન ભાડા પેટે 8 લાખ 43 હજાર 186 રૂપિયા મળીને કુલ 11 કરોડ 36 લાખ 83 હજાર 686 રૂપિયા વસુલાયા હતા. જ્યારે ચાલુ હિસાબી વર્ષ 2019/21 માટે હજુ સુધી 10 કરોડ 17 લાખ 43 હજાર 165 રૂપિયાની વસુલાત થઈ છે. હજુ 18 દિવસ બાકી છે. જે દરમિયાન બાકીદારો રકમ નહીં ભરે તો મિલકત સીલ સહિતના પગલા ભરાશે.