• Gujarati News
  • National
  • Bhuj News Bhuj Mercury Touched 4 Degrees 40 Degrees In Urban Areas And Shakeya 060144

ભુજમાં પારો 4 ડિગ્રી ઉંચકાયો, શહેરીજનો 40 ડિગ્રીઅે શેકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં રાહત રહ્યા બાદ રવિવારે મહત્તમ તાપમાન અેકાઅેક 40 ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. શનિવારે 36.2 ડિગ્રીઅે અટકેલો પારો અેકાઅેક ચાર ડિગ્રી જેટલો ચડી જતાં શહેરીજનો તાપમાં શેકાયા હતા. ભેજનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી જતાં બફારો અનુભવાયો હતો.

જો કે, રાત્રે ઠંડક પ્રસરતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી.

હવામાન વિભાગમાંથી મળેલા અાંકડા મુજબ ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. ઉષ્ણતામાપક પારો 4 ડિગ્રી જેટલો ઉંચો ચડી જતાં બપોરે 1થી 4 વાગ્યા સુધી અાકરો તાપ અનુભવાયો હતો. પશ્ચિમ-દક્ષિણ દિશાઅેથી પ્રતિ કલાક 8 કિલો મીટરની ઝડપ સાથે પવન ફુંકાયો હતો જેના કારણે સમયાંતરે ગરમીમાં અાંશિક રાહત રહી હતી.

સવારે ભેજનું પ્રમાણ 80 ટકા અને સાંજે 45 ટકા રહેતાં દિવસભર બફારો અનુભવાયો હતો. ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા.

અેકાઅેક વધી ગયેલા તાપ અને રવિવારની રજાના કારણે મધ્યાહ્ને માર્ગો પર નહિવત ચહલ પહલ જોવા મળી હતી. ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી રહેતાં રાત્રે ઠંડક પ્રસરતાં શહેરીજનો ટહેલવા નીકળી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...