તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Lohana Mahajan Gives 13th Opiate Free Treatment And Medicine To Patients 061521

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ લોહાણા મહાજન દ્રારા 13મા નેત્રયજ્ઞમાં દર્દીઓને નિ:શુલ્ક સારવાર અન દવા અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | ભુજ લોહાણા મહાજનના ઉપક્રમે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટાલ રાજકોટના સંયુકત સંસ્થાઓ દ્વારા શેઠ શ્રી નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજનવાડી ભુજમાં તાજેતરમાં યોજાયેલા 13માં નેત્ર યજ્ઞમાં 95 નેત્ર રોગ દર્દીની નિશુલ્ક તપાસ, સારવાર, દવા આપવામાં આવી હતી. તે પૈકીનાં 20 મોતીયા, જામરવા દર્દના ઓપરેશન વાળા દર્દી માટે સવારે ગરમ ચા-નાસ્તો હર્ષદભાઈ ઠકકર (હક) અને બપોરે ભોજનનીવ્યવસ્થા ભુજ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટની સંસ્થાના વાહન દ્વારા રાજકોટ લઈ જઈ અને પરત ભુજ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ કિરણભાઈ ગણાત્રાએ કેમ્પની મુલાકાત લઈ હર્ષની લાગણી અનુભવી હતી.ભુજ લોહાણા મહાજનના સભ્યો હિતેશ ઠકકર, સંજય ઠકકર, અરવિંદ ઠકકર, ભરત રાજદે, વિરાગ શેઠ, જયંતીભાઈ ઠકકર, હરેશભાઈ ઠકકર તથા દિલીપભાઈ ઠક્કર હાજર રહયા હતા. ઓપીડી દર્દીઓનીસેવામાં પ્રાણલાલભાઈ પુજારા સહયોગી રહ્યા હતા એવું સહ મંત્રી ડો. મહેન્દ્ર ઠકકરની યાદીમાં જણાવ્યુ હતું. મહાજનનાં જન સેવા સમિતિના ચેરમેન કમલભાઈ કારીઆએ નેત્રયજ્ઞની રૂપરેખા અને માર્ગદર્શન આપ્યું હતું. મહાજનનાં કારોબારી સભ્ય મીતભાઈ પુજારાએ આભારવિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો