• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - bhuj kutch primary schools now have summer season 021117

ભુજ | કચ્છની પ્રાથમિક શાળાઓમાં હવે ઉનાળુ ઋતુ મુજબનો સમય

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:11 AM IST
Bhuj News - bhuj kutch primary schools now have summer season 021117
ભુજ | કચ્છની પ્રાથમિક શાળાઓમાં હવે ઉનાળુ ઋતુ મુજબનો સમય રહેશે, જેમાં સવારની પાળીવાળાનો સવારે 7.30થી બપોરે 12.30 અને બપોરની પાળીનો સમય 11થી 5.15 સુધીનો રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સૂચના જારી કરી હતી, જેમાં જણાવાયું હતું કે, શિયાળાની ઋતુમાં પ્રાથમિક શાળાઓમાં સવારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું છેે. બિનપાળીવાળી શાળા માટે શનિવારનો સમય સવારે 7.30થી 11.30નો રહેશે. જ્યારે પાળી પદ્ધતિવાળી પ્રાથમિક શાળાઓમાં શનિવારનો સમય 7.30 વાગ્યાથી 11.30 અને 11.30થી 3.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે સોમથી શુક્રનો સમય તમામ શાળાઓનો સમય રાબેતા મુજબનો જ રહેશે.

X
Bhuj News - bhuj kutch primary schools now have summer season 021117
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી