Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ સુધરાઇઅે કર્મીઅોને અાડેધડ નોકરીઅે રાખ્યાનું વધુ અેક કાૈભાંડ
ભુજ નગરપાલિકામાં રોજંદાર અને ફિક્સ વેતનથી કર્મચારીઅોની બેફામ ભરતી કરી દેવાઈ છે, જેથી રાજકોટ ઝોનના નાયબ પ્રાદેશિક કમિશ્નરે પૂછાણું લીધું છે. જે બાદ ભુજ નગરપાલિકામાં દોડધામ મચી હતી, જેમાં મહેકમ બ્રાન્ચ હેડે કારોબારી ચેરમેનને જ અરીસો બતાવી દીધો હતો કે કારોબારી સમિતિની મંજુરીથી કર્મચારીઅોની ભરતી કરાઈ છે, જેથી કારોબારી ચેરમેન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
ભુજ નગરપાલિકામાં દર પાંચ વર્ષે ચૂંટાઈને અાવેલા નગરસેવકોમાંથી દર અઢી વર્ષે પદાધિકારીઅોની વરણી થાય છે. જેઅો પોતાના અોળખીતા પારખીતાને ફિક્સ વેતનમાં નોકરીઅે રાખી દે છે. જે બાબતે છેક રાજકોટ ઝોનમાં નાયબ પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ પહોંચી હતી, જેથી મહેકમમાં રોજંદાર અને ફિક્સ વેતન ઉપર કામ કરતા કર્મચારીઅોનો હિસાબ માંગવામાં અાવ્યો હતો. જેના પગલે સમગ્ર મામલો કારોબારી ચેરમેન ભરત રાણા સુધી પહોંચ્યો હતો. જેમણે મહેકમ શાખાના વડા યોગેશ જણસારીને બોલાવ્યા હતા, જેમાં બ્રાન્ચ હેડે કારોબારી ચેરમેનને અરીસો બતાવતા કહ્યું હતું કે, કારોબારી સમિતિઅે કર્મચારીઅોની ભરતીને મંજુરી
અાપી છે.
શાખા અધિકારીઅો દ્વારા થાય છે ભરતી
પદાધિકારીઅો શાખા અધિકારીઅોને કહે છે કે, તમારી શાખામાં ફલાણી વ્યક્તિને નોકરીઅે રાખી દો, જેથી રાજકીય દબાણમાં શાખા અધિકારી કારોબારી સમિતિમાં કર્મચારીઅોની ભરતી માટે ફાઈલ મૂકે છે. કારોબારી સમિતિ શાખા અધિકારી સાથે ચર્ચા વિચારણા કર્યા વિના કર્મચારીઅોની અાવશ્યકતા હશે અેમ સમજીને મંજુરી અાપી દે, જેમાં મોટાભાગ કર્મચારીઅો ‘શોભાના ગાઠિયા’ જેમ ટેબલખુરશી ઘસતા હોય છે. તો કેટલાક માત્ર પગાર જ લેતા હોય છે. પરંતુ, કચેરીમાં ક્યારે નજરે પણ પડતા નથી.
નાયબ પ્રાદેશિક કમિશ્નરે હિસાબ માંગતા શાખા અધિકારીઅોની દોડધામ