ભુજ કોમર્શિયલ બેંકે 76 લાખનો ચોખ્ખો નફો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં પૂર્ણ થયેલાં નાણાકીય વર્ષમાં ભુજ કોમર્શિયલ કો-અોપરેટિવ બેંકે 1.19 કરોડના ગ્રોસ નફાની સાથે 76 લાખ જેટલો ચોખ્ખો નફો કર્યો હતો જે ગત વર્ષની તુલનાઅે વધ્યો હતો.

બોર્ડ અોફ ડાયરેક્ટર્સની બેઠકમાં અપાયેલી વિગતો મુજબ વર્ષ 2018-19માં બેંકનો નફો 119.34 લાખ પર પહોંચ્યો હતો જેમાં જવાબદારીઅો બાદ કરતાં 76.37 લાખ ચોખ્ખો નફો થયો હતો. અા ઉપરાંત અેનપીઅે ઘટાડવા માટેના અસરકારક પગલાં વિશે અા બેઠકમાં ચર્ચા કરાઇ હતી. ખાતેદારો અને થાપણદારોની સુવિધા વધારવા હેડ અોફિસને વધુ સુવિધાયુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...