તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇના ઝવેરીને ભુજના ચીટરોઅે ઠગી લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સસ્તુ સોનું ખરીદીને કમાઇ લેવાની લાલચમાં અાવી જનારાઓને ભુજના ચીટરો ઠગી જાય છે. અાવો વધુ અેક કિસ્સો બહાર મુંબઇવાસી સોની વેપારી સાથે ફેસબુક પર પરીચય કેળવીને ભુજના ચીટરોઅે ફોન પર ડીલીંગ કર્યા બાદ ભુજ બોલાવી બે લાખ પડાવી લીધા બાદ ફરી સુરેન્દ્રનગર બોલાવી 13 લાખ 30 હજાર લઇ સોનાના બિસ્કિટ ન અાપી છેતરપીંડી વિશ્વાસઘાત કરનારા 6 શખ્સો વિરૂધ અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇમાં વિરાર ખાતે રહેતાતેમજ મુંબઇ-2 જવેરી બજારમાં વિજય શાંતિ અાર્ટ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા નિલેશ રમણભાઇ જૈન (ઉ.વ.30)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો બનાવ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2019 દરમિયાન બન્યો હતો. ભુજના ભુજના સમીર, જીજ્ઞેશ પટેલ વ્યક્તિઅો 10 ટકા અોછાભાવે સોનું અાપવાની વાત કરીને પ્રથમ અેડવાન્સ પેટે ત્રણ લાખ બાદમાં 700 ગ્રામ સોનું અાપવાનું કહી સુરેન્દ્રનગર બોલાવી ત્યાંથી રતનપર ખાતે રામેશ્વર મંદિર પાસેના અેક મકાનમાં જઇને રોકડ રૂપિયા 13 લાખ 30 હજાર લઇ ઘરની બહાર થોડે દુર લઇ જઇ સોનું અાપવાની વાત કર્યા બાદ પોલીસના સ્વાંગમાં બે માણસો અાવી જતાં અારોપીઅો નાશી છુટ્યા હતા. રૂપિયા કે સોનુ ન અાપતા અાખરે છેતરાયાનો ભાન થતાં ભુજના સમીર, જીજ્ઞેશ પટેલ, અામીર, મહેબુબ તેમજ ત્રણ અજાણા શખ્સ અને હાજી શરીફ સહિત 8 વ્યક્તિઅો સામે ભુજ અેડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

ભુજ બોલાવી રામરહિમ નગરમાં અેક બંગલામાં બેઠક કરી
ફરિયાદી લાલચમાં અાવી જતાં નાના ભાઇ દર્પણ સાથે ભુજ અાવ્યા હતા. ત્યારે અારોપી સમીર જી.જે.12 ડીઅેમ 1995 નંબરની ક્રેટા ગાડીથી અાવીને ફરિયાદીને ભુજના નિત્યાનંદ ગેેસ્ટ હાઉસમાં રોકાવાનું કહી બાદમાં રામરહીમ નગર વિસ્તારમાં અાવેલ પ્રભાત બેકરી પાસે અેક મોટા બંગલામાં લઇ ગયો હતો. જ્યાં જીજ્ઞેશ પટેલ નામનો યુવક ત્રણ લાખના 100 ગ્રામ સોનું ડીલ કરી બે લાખ લઇ માલ મુંબઇ પહોંચાડી દેવાની વાત કરી મુંબઇ પરત મોકલી અાપ્યા હતા.

ફોન ન ઉપાડતાં માલ અન્યને વેચી દીધાનું કહ્યું
અારોપી સમીરે ફરિયાદીને 9મી સપ્ટેમ્બરના સવારે ફોન કરી રાત્રે અઢી વાગ્યે ફોન કર્યો હતો તમે ઉપાડ્યો નહીં માલ અન્ય પાર્ટીને વહેચી દિધો છે ત્યારે ફરિયાદીઅે અેડવાન્સના રૂપિયા બે લાખની વાત કરતાં અારોપી સમીર ફરિયાદીને 700 ગ્રામ સોનું લેવા બે લાખ બાદ કરીને 13 લાખ 30 હજાર લઇને સુરેન્દ્રનગર બોલાવ્યા

અારોપીઅે ઉચ્ચ સંપર્કો હોવાનું જણાવ્યું હતું
ભુજના રામરહીમ નગરમાં અારોપી જીજ્ઞેશ પટેલે પોતાના મુન્દ્રા કસ્ટમ અને પોલીટીશયન સાથે સબંધ હોવાથી ડ્યુટી વગરનો માલ મળતો હોવાથી સસ્તો પડે છે તેવું જણાવી 100 ગ્રામનું સોનાનું અસલી બિસ્કિટ બતાવી ડીલ નકી કરી હતી.

ફેસબુકમાં ભાવ 30 હજાર લખી લાલચ અાપી
અારોપીઅે સમીરે ફરિયાદીના ફેસબુક પર ફ્રેન્ડરીક્વેસ્ટ મોકલી પરીચય કેળવી સમીરે પોનાના ટેટ્સ પર સોનાના બિસ્કિટનો ફોટો રાખી 30 હજાર ભાવ લખ્યા હોવાથી ફરિયાદીની લાળ ટપકી અને અારોપીઅોના જાંસામાં ફસાઇ ગયા

રતનપરમાં પોલીસ આવતાં અારોપીઅો છુ
સુરેન્દ્રનગર ફરિયાદી અને તેનો ભાઇ તથા મિત્ર કિશોરભાઇ ત્રણ જણાઅો 16મી સપ્ટેમ્બરના ગયા જ્યાંથી અારોપીઅે રતનપર રામેશ્વર મંદિર પાસે અેક બંગલામાં લઇ જઇને મહેબુબ નામના શખ્સ સાથે મળાવી 13 લાખ 30 હજાર રૂપિયા ગણવા નકલી નોટો અાવે છે તેવું કહી મહેબુબ બહાર જઇને સોનું અાપુ છે તેવું કહ્યુ બાદમાં થોડે દુર જતાં બે પોલીસના સ્વાંગમાં માસસો અાવી જતાં અારોપી મહેબુબ 13 લાખ 30 હજાર લઇ નાશી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...