તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Bhuj Caught One With Five Bottles Of Foreign Liquor Another Fugitive 025117

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ નજીકેથી વિદેશી શરાબની 5 બોટલ સાથે એક પકડાયો, બીજો ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાના લાખોંદ ગામે ભક્તિનગરમાં પધ્ધર પોલીસે બાતમીના આધારે મંગળવારે સાંજે છાપો મારીને એક આરોપીને 1,750ની કિંમતની વિદેશી શરાબની 5 બોટલ તથા હેરાફેરી માટે વપરાયેલ બાઇક સહિત પકડી પાડ્યો હતો જ્યારે દરોડા દરમિયાન અંજારના ખીરસરા ગામનો સામજી પોલીસ પહોંચે તે પૂર્વે સરકી ગયો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લાખોંદના ભક્તિનગરમાં સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોલીસે દરોડો પાડ્યો હતો. ભક્તિનગરમાં રહેતો ગોપાલ સામતભાઇ ચાવડા નામનો શખ્સ ઇગ્લીશ દારૂની બોટલ 5 કિંમત 1,750 તથા 20 હજારની કિંમતની મોટર સાયકલ જી.જે.12 ડીજે 2155 સાથે ઝડપાઇ ગયો હતો.જ્યારે અંજાર તાલુકાના ખીરસરા ગામે રહતો અન્ય આરોપી પોલીસને થાપ આપી નાશી ગયો હતો. પધ્ધર પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા દારૂના દરોડા પાડવામાં આવે છે, દારૂનો જથ્થો પકડાય છે પણ દરોડા દરમિયાન આરોપીઓ નાસી છુટવામાં સફળ રહે છે. આ દરોડામાં આરોપી આરોપી પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો