• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News bhuj assistant teacher of primary kumar school in mankuwa village of bhuj taluka 061702

ભુજ| ભુજ તાલુકાના માનકુવા ગામની પ્રાથમિક કુમાર શાળાના મદદનીશ શિક્ષક

Bhuj News - bhuj assistant teacher of primary kumar school in mankuwa village of bhuj taluka 061702

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:17 AM IST
ભુજ| ભુજ તાલુકાના માનકુવા ગામની પ્રાથમિક કુમાર શાળાના મદદનીશ શિક્ષક ખેંગારભાઇ રાજાભાઈ ચાવડા 30મી સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થતા તેમનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય અશ્વિનભાઈ પવાણી, સીઆરસી કોર્ડીનેટર ધ્રુવભાઈ શુક્લ,એસએમસીના સભ્ય મહોબ્બત સિંહ સોઢા તથા શાળાના પરિવાર દ્વારા નિવૃત્ત ચાવડાને સાલ ઓઢાડી અને સન્માનપત્ર થી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. 36 વર્ષની તેમની શિક્ષક તરીકે ફરજ દરમ્યાન 17 વર્ષ આ જ શાળામાં ફરજ બજાવી હતી. આ શાળા પ્રત્યે ઋણ અદા કરતાં એકત્રીસ હજારની કિંમતની સાઉન્ડ સિસ્ટમ ભેટ રૂપે આપી હતી. આ પ્રસંગે રિચ ટુ ટીચ સંસ્થાના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

X
Bhuj News - bhuj assistant teacher of primary kumar school in mankuwa village of bhuj taluka 061702
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી