Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજના કલાકારના આલ્બમને 28 દિવસમાં દસ લાખ લાઈક
ગુજરાતી ફિલ્મ અને ગીતોના આલ્બમનો સુવર્ણકાળ ફરી શરૂ થયો છે, યુવાનો માત્ર હિન્દી ફિલ્મ જગત નહિ, પણ ગુજરાતી ફિલ્મ જગત બાજુ પણ આકર્ષાયા છે. કચ્છના અનેક યુવા-યુવતીઓ ગુજરાતી મ્યુઝીક આલ્બમ, ફિલ્મ અને શોર્ટ ફિલ્મ કરતા થયા છે, ત્યારે ભુજનો પાર્થ આમતો મેકેનીકલ ઇજનેર છે, પણ રુચિ અભિનય તરફ હોતા છેલ્લા સાત વર્ષથી આ ક્ષેત્રે ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ગુજરાતી ગીતનું આલ્બમ ‘પ્રેમનો નશો’ 28 દિવસમાં 10 લાખથી વધુ લાઈક મળી છે, જે સ્વયં લોકોએ પસંદ કર્યો તેનો પુરાવો છે.
નાટ્યમંચ પર જેનું નામ દાયકાઓ સુધી ગુંજતું રહ્યું એવા અભિનેતા સ્વ. પીયુષ શુક્લના પૌત્ર પાર્થ અમિત શુક્લ અમદાવાદ સ્થિત મ્યુઝીક કંપની જી.આર.કે. ફિલ્મ્સ સાથે જોડાયેલા છે. યુ-ટ્યુબ પર અર્બન ગુજરાતી ગીતને પ્રમોટ કરવા જી.આર.કે. મ્યુઝીક લેબલ બનાવ્યું છે. શોર્ટ ફિલ્મ ‘ધ સસ્પેકટ’ અને ‘ધ ફટુ’ કે જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં અગ્રીમ હરોળમાં છે. મ્યુઝીક આલ્બમમાં દિગ્દર્શન કર્યા બાદ પ્રથમ ગીત ‘પ્રેમ નો નશો’ રીલીઝ કર્યું જેને લોકોએ સરાહ્યો છે, આ ગીતમાં વિદેશથી આવેલી યુવતી (આંચલ શાહ)ના પ્રેમમાં પડેલા યુવક (પાર્થ શુક્લ) દિવાળી ઉજવણી સમયે બોમ્બ ફાટતા દાઝી જતા રૂપ નથી રહેતું છતાં પણ પ્રેમ કરે છે.
પાર્થ શુક્લના ગીત ‘પ્રેમનો નશો’ ને મળી સફળતા..