ભુજમાં દ્વિધામેશ્વર કોલોની પાસે તંત્રની બેદરકારીથી વાહનો ખાડામાં ફસાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં કલેકટર કચેરી સામે દ્વિધામેશ્વર કોલોની વસાહત પાસે ગટર સમસ્યા ઉકેલવા ખોદાયેલા ખાડા ઉપર માટી પાથરી દીધા બાદ શનિવારે સવારે વરસાદી પાણીથી માટી બેસી ગઈ હતી, જેથી પોલી જમીનમાં વાહનો ગરક થવા લાગ્યા હતા. જેના પગલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી અને પદયાત્રીઅોઅે પણ હાલાકી ભોગવી હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી શહેર વ્યાપી ગટર સમસ્યા હવે ધીરેધીરે બીજી અનેક સમસ્યાઅોને જન્મ અાપી રહી છે, જેમાં છેલ્લા બેચાર દિવસથી દ્વિધામેશ્વર કોલોનીથી કલેકટર કચેરીના દરવાજા દરમિયાન ડામર રોડ ખોદીને ગટરની સમસ્યા ઉકેલવા મથામણ કરાઈ હતી. ખાડો પૂરવા માટી પાથરી દેવાઈ હતી. પરંતુ, દબાણથી જમીન સખત બનાવવાની તસદી લેવાઈ ન હતી, જેથી વરસાદી પાણીથી માટી બેસી ગઈ હતી અને જમીનમાં પોલાણ થવાથી પુન: મોટો ખાડો થઈ ગયો હતો. રોડ અાડે અાડસ મૂકાઈ હતી. પરંતુ, વાહન ચાલકોઅે અાડસ દૂર કરીને વાહનો ચલાવવાનું ચાલુ રાખ્યું હતું, જેથી અેક પછી અેક વાહનો ખાડામાં ફસાવવા લાગ્યા હતા. જોકે, અાસપાસ દબાણ કરીને દુકાનો ખડકી બેઠેલા લોકોઅે માનવતા બતાવીને અાડસો પુન: ગોઠવીને વાહનોને અાવતા જતા અટકાવવાને બદલે તમાસો જોવાનો અાનંદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...