તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં બાઇકની અડફેટે રાહદારી યુવક ઘવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના જુની રાવલવાડી પાણીના ટાંકા પાસે રાહદારી યુવકને પાછળથી બાઇકે ટકકર મારતાં ઇજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો.જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કપીલ શાંતિલાલ સોનીઅે અેમઅેલસી નોંધાવી હતી કે, બનાવ શનિવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. તેમનો નાનો ભાઇ નિશાંત શાંતિલાલ સોની (ઉ.વ.25) રહે નવી રાવલવાડી રોટરીનગર પગે ચાલીને જુની રાવલવાડી પાણીના ટાંકા પાસે જતો હતો ત્યારે પાછળથી જી.જે.12 સીઇ 9287ના ચાલકે અડફેટે લેતાં નિશાંતને પગના ભાગે ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.નજરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો