તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં 3 ભૂંગા સળગીને ખાખ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં માધાપર હાઈવે પાસે દિન દયાલ નગરમાં લેબર વસાહતના ભૂંગામાં સોમવારે સવારે 6.45 વાગે અાગ લાગી હતી, જેથી 3 ભૂંગા સળગીને ખાખ થઈ ગયા હતા.

ફાયર બ્રિગ્રેડના અનિલ મારુઅે જણાવ્યું હતું કે, અાગ લાગ્યાની જાણ થતા જ શ્યામગર ગુંસાઈ, નરેશ લોહરા, જગદીશ, દેવજી ખોખર, જય ભાટીને બ્રાઉઝર સાથે મોકલ્યા હતા. જોકે, કોઈ જાન હાનિ નથી. પરંતુ, ધૂમાડાના ઘોટેઘોટા નીકળ્યા હતા. સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ભાસ્કર ન્યૂઝ. ભુજ

શહેરની ઉપલીપાળ પર આવેલા હાટકેશ્વર મંદિર પરિસરમાં ટ્રસ્ટની મિલકતમાં પોતે ભાડુત હોઇ અને પોતાની મિલકત ભૂકપમાં નાશ પામેલી હોઇ સદર મીલકત ટ્રસ્ટ ફરી બનાવી આપે અન્યથા રેન્ટ એક્ટની જોગવાઇ મુજબ જમીન રાજ્યસાત કરી સદર મીલકતનો કબજો ભાડુઆતને સોંપવા માટે વર્ષ 2011માં નાયબ કલેકટર ભુજ સમક્ષ અશોક યુ. માંકડ દ્વારા કરવામાં આવેલ હતી.

જે અનુસંધાને વડનગરા નાગર જ્ઞાતિ ટ્રસ્ટની મીલકતની જગ્યને રાજયસાત કરતો હુકમ નાયબ કલેકટર દ્વારા વર્ષ 2018માં કરવામાં અાવ્યો હતો.

જે હુકમ સામે ટ્રસ્ટ દ્વારા જિલ્લા અદાલતમાં પડકાર્યો હતો. જે કામે જ્ઞાતિ ટ્રસ્ટની રીવીઝન - અપીલ અરજી માન્ય રાખતો હુકમ અધિક ડીસ્ટ્રીકટ જજની કોર્ટ દ્વારા કરવામાં અાવ્યો હતો. આ હુકમના પગલે જ્ઞાતિના ટ્રસ્ટના હાટકેશ્વર મંદિરની રાજયસાત થયેલી જમીન ફરીથી ટ્રસ્ટની માલિકીની રહેશે તેમ બરકાર રહ્યું છે.

અદાલતે એ ખાસ નોંધ્યું હતું કે ભૂકંપમાં ભાડુઆતની મીલકત નાશ પામ્યાના 11 વર્ષ બાદ પ્લોટનો કબજો મેવવા કરવામાં અવોલી અરજીમાં સંતોષકારક ખુલાસો કર્યો નથી. તો હાટકેશ્વર મંદિર સંલગ્ન ભાડુઆતની આ જગ્યા

વકીલનો ઓફીસ તરીકે 1991સુધી કાર્યરત હતી અને તે રીતે કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનું અને વારસદારની પુરતી વિગતો સામેલ ન કરાતા તથા પૈકલ્પીક જગ્યા ભાડુઆત પાસે હોવાનું ન સ્વીકારી અને નાયબ કલેકટરનો હુકમ અધુરો હોવાનું જણાવાયું હતું.

અધિક જિલ્લા અદાલત સમક્ષ જ્ઞાતિ ટ્રસ્ટ વકીલ તરીકે મલ્હાર દર્શક બૂચે એવી દલીલો કરેલ હતી કે ભાડુઆત હાલે ભાનુશાળી નગર મધ્યે સરકારી કર્મચારી તરીકે પોતે મિલકત મેળવી બનાવેલા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે. અને જે હકીકત છુપાવી અને પોતે ભૂકંપ પીડિત તરીકે અરજી કરેલી છે.

સદર જગ્યાએ કોમર્શીયલ પ્રકારના ઉપયોગની જગ્યા હોઈ અને પુનઃવસનના નિયમો મુજબ અને કાયદાની જોગવાઇ મુજબ આ પ્રકારની અરજી ચાલવું પાત્ર રહેતી નથી. આવી બાબત નાયબ કલેકટર સમક્ષ રજુ કરવા છતાં ધ્યાને લવાઇ ન હતી.

ઉપરાંતમાં જગ્યાનું ક્ષેત્રફળ અને ઓળખ સ્પષ્ટ થતી ન હોવા છતાં ટ્રસ્ટની આખી મીલકત રાજયસાત કરતા જે હુકમ કરેલ હતો તે ન્યાય સિદ્ધાંત વિરુદ્ધનો હતો, ઉપરાંતમાં સદર મીલકત રસ્તા વિસ્તરણ સબબ કપાતમાં ગયેલ હોવા જેવી વિગતોને નજર અંદાજ કરી હુકમ કરેલા હતા તેવી રજૂઆતને ગ્રાહ્ય રાખાઇ હતી.

એડી. ડીસ્ટ્રીકટ જજ પી. એસ. ગઢવી દ્વારા નાયબ કલેકટરનો ભાડુઆતની તરફેણમાં આપવામાં આવેલ ચુકાદો રદબાતલ કરી નાગર જ્ઞાતિ ટ્રસ્ટની રીવીઝન અરજી મંજુર કરતો આદેશ કર્યો હતો.

રણોત્સવ ટેન્ટ સીટી બહાર આવેલી બજારમાં અાગ
ધોરડો રણોત્સવમાં ટેન્ટ સિટીની અંદર અાગના બે બનાવો બન્યા હતા. એક દિવાળી સમયે અને બીજો બનાવ થોડાક દિવસ પૂર્વે બન્યો હતો જેમાં ચાર ટેન્ટ ખા થયા હતા. ત્યારે હવે સોમવારે ટેન્ટ સિટી બહાર પતરાની દુકાનમાં રાખેલો કાપડનો જથ્થો સળગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો