ભટ્ટ મેવાડા સમાજનું ગાંધીનગરમાં સંમેલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ |‘સમાજ મજબૂર નથી, મજબૂત છે‘ના સુત્ર સાથે ભટ્ટ મેવાડા સમાજના 8મા સંમેલનનું ગાંધીનગર ખાતે અાયોજન કરાયું છે. 23 ફેબ્રુઆરી રવિવારના ગાંધીનગર ખાતે યોજાનાર સંમેલનમાં સમાજ સ્વનિર્ભર, સ્વાવલંબી બને તેના અંગેની યોજનાઓની ચર્ચા-વિચારણા કરાશે. ફેડરેશનના પ્રમુખ રમેશભાઈ જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સંમેલનમાં સમાજના યુવા વર્ગને નવા ઉદ્યોગો, સ્ટાર્ટ અપ અંગેની સરકારની યોજનાઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેવી રીતે સફળ થવું તે અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ જ્ઞાતિજનને આપત્તિના સમયે મદદરૂપ થવા BM108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. આ સંમેલનમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં રહેનારા જ્ઞાતિજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવે છે. સંમેલનમાં સમાજના રત્નો અને દાતાઓનું સન્માન પણ કરાશે.
અન્ય સમાચારો પણ છે...