• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - bharatiya janata party for kutch loksabha reservation meeting 021122

કચ્છની લોકસભાની અનામત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા

કચ્છની લોકસભાની અનામત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માધાપર સ્થિત ખાનગી હોટલમાં દાવેદારોનો સેન્સ...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:11 AM
Bhuj News - bharatiya janata party for kutch loksabha reservation meeting 021122

કચ્છની લોકસભાની અનામત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માધાપર સ્થિત ખાનગી હોટલમાં દાવેદારોનો સેન્સ લેવામાં આવશે. પ્રદેશ સ્તરેથી નિરીક્ષકોની ટીમ આવી ગઈ છે. જે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરશે.

ભાજપના ગઢ ગણાતા કચ્છ મોરબી બેઠક ઉપર ભાજપ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કરશે કે પછી નવો ચહેરો મેદાનમાં ઉતારશે તેની અટકળો તેજ થઈ ગઈ છે. જે વચ્ચે દાવેદારોનો સેન્સ લેવા માટે પ્રદેશ સ્તરેથી નિરીક્ષકોની ટીમ આવી ગઈ છે, જેમાં રણછોડભાઈ રબારી, બીપીનભાઈ દવે અને વસુબેન ત્રિવેદીનો સમાવેશ કરાયો છે. જેઓ માધાપર સ્થિત ખાનગી હોટલમાં સવારે 9 વાગે પ્રક્રિયા હાથ ધરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા અંજાર વિધાનસભાના મુરતિયા અને ત્યારબાદ મોરબી, રાપર, અબડાસા, ગાંધીધામ, માંડવી અને છેલ્લે ભુજ મત વિસ્તારમાં આવતા અપેક્ષિત અરજદારોને સાંભળશે.

X
Bhuj News - bharatiya janata party for kutch loksabha reservation meeting 021122
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App