Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અભ્યાસાર્થે વિદેશ જતા પહેલા યુનિ. અને અેજન્ટોની પુરતી તપાસ કરો
કચ્છ યુનિવર્સીટી ખાતે શ્રમ રોજગાર વિભાગ અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભુજના સંયુક્ત ઉપક્રમે ઓવરસીઝ (વિદેશ જવાની તૈયારી) સેમીનાર યોજાયો હતો.
યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલ ખાતે અા સેમીનાર કચ્છ યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલ્લપતિ ડો.દર્શનાબેન ધોળકિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વિદેરામાં રોજગાર અને અભ્યાસ છત્રે આગળ જવા માંગતા યુવાઓ વિશેષ યોગ્ય શિક્ષણ અને રોજગારીની પસંદગી કરી શકે તેમજ લેભાગુ તત્વો, ખોટી યુનિવર્સિટી અને કંપનીઓના ષડયંત્રનો ભોગ ન બને તેમજ યુવાઓને વિદેશોમાં જવા માટે જરૂરી પ્રક્રિયા તેમજ રોજગારી અંગેની તકોની સમજ અપાઈ હતી. આ કાર્યકમમાં 100 થી વધારે વિધાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ અધ્યક્ષએ ઉદબોધન કરતા ડો. દર્શનાબેન ધોળકિયાઅે યુવાનોને રોજગાર અને અભ્યાસ ક્ષેત્રે વિશેષ યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ યુવાનોએ પોતાની આગવી સુઝ સાથે લેભાગુ તત્વો, ખોટી યુનિવર્સિટી અને કંપનીઓના ષડયંત્રનો ભોગ ન બને તેનો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભુજના નાયબ વડા ડી.એ.પરમારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મિલિન્દ સોલંકીઅે આભાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાંથી પ્રાધ્યાપકો તથા અન્ય સ્ટાફ જોડાયો હતો.