તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજપુરમાં જુગાર પર દરોડો : 13 પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા પોલીસને અેસપી કચેરી કન્ટ્રોલ રૂપ પરથી માહિતી મળતાં ભુજપુર ગામે દરોડો પાડ્યો હતો. ગંજી પાના વળે જુગાર રમતા 13 ખેલીઅોને 15,100ની રોકડ, 14 હજારના 10 મોબાઇલ સહિત 29,100ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

અેસપી કચેરીના કંટ્રોલ રૂમમાં હેલ્પ લાઇન 100 નંબર પર હેડ કોન્સ્ટેબલ કાસમભાઇ બકાલીને ભુજપુરમાં છુગાર રમાતો હોવાની બાતમી મળતાં મુન્દ્રા પોલીસને જાણ કરી હતી. મુન્દ્રા પોલીસે ગામની ધર્મશાળાના અોટલા પર છાપો મારીને સલીમ સુલેમાન પલેજા,મેઘુભા માંઘુભા જાડેજા,સાગર રામસંગ ભટટ,રાઘુભા સુલતાનજી જાડેજા ,ભરત શામજી રાજગોર, જુસબ અબ્દુલા સમેજા, સામતજી પથુભા જાડેજા, ગુલાબસિંહ હરીસંગ જાડેજા,મહિપતસિંહ વેલુભા જાડેજા,સ્વરાજ વિશ્રામ ગઢવી,દેવરાજ પાલુ ગઢવી,બનુભા હરીસિંહ જાડેજા, કરશન મેઘજી મહેશ્વરી રહે તમામ મોટી ભુજપુરવાળાઅોને પકડી પાડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો