કામાખ્યા ટ્રેનમાં અનોખી રીતે મતદાન માટે જાગૃતિ
ભુજ| લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન માટે જાગૃત કરવા ચૂંટણી આયોગ દ્વારા ચાર ટ્રેનો પર વિષયોચિત પોસ્ટરો લગાવાયા છે જેના ભાગ રૂપે ગાંધીધામથી ઉપડેલી ગાંધીધામ-કામખ્યા ટ્રેનમાં પણ જાગૃતિ ફેલાવાઇ હતી. કોચમાં છોટા ભીમના માસ્ક સાથે પ્રવાસીઓમાં મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આાપ્યો હતો.