તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાનામઢ-ગોંડલ અેસ.ટી બસના કંડકટરનું અેટેકથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાનામઢથી ગોંડલરૂટની અેસ.ટી બસના કંડકટરનું હાર્ટઅેટેકથી મોત નિપજતાં અેસ.ટીના કર્મચારીઅો સહિત અન્યોમાં ઘેરો શોક ફેલાયો છે. અા ઘટના રવિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં માતાનામઢથી અેક કિલોમિટર દુર ઘટી હતી.

દયાપર પોલીસ મથકે નોંધાયેલ જાણવાજોગમાં જણાવ્યા અનુસાર ગોંડલની સાયણ સોસાયટીમાં રહેતા 56 વર્ષિય બકુલ ઇશ્વર જોશીને હર્દયરોગનો જોરદાર હુમલો અાવતાં તેઅો પોતાની કંડકટર સીટ પરથી ઢળી પડયા હતા. તેમને દયાપર ખાતે સારવાર માટે તો લઇ જવાયા પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દયાપર અારોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...