ભુજમાં ઘર પાસેથી પસાર થવા મુદે ચાર યુવકને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની લોટસ કોલોની વાલ્મીકીનગરમાં ઘર પાસેથી પસાર થવા મુદે ચાર યુવકોને માર મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માર મારવાનો બનાવ શુક્રવારે રાત્રીના દશ વાગ્યાના અરસામાં બન્યો હતો. લોટસ કોલોનીમાં રહેતા રમેશ રામવિલાસ કાંડળાના કુંટુબમાં સગાઇનો પ્રસંગ હતો તે દરમિયાન તેમનો પુત્ર વિજય, અજય અને વિશાલ તુલસીરામ પરમાર લોટસ કોલોનીમાં વાલ્મીકીનગરમાંથી પસાર થઇ રહયા હતા ત્યારે અારોપીઅો સત્યા, શ્યામ, ચનાલ ઉમેશ ઉર્ફે ચુસલીઅે ઘર પાસેથી કેમ પસાર થાવ છો કહીને ચારે જણાઅોને માર મારી ઇજા પહોંચાડી હતી પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...