તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News At The Final Stage Of Admission Process In The University More Than 13000 Forms Have Been Filled 061510

યુનિ.માં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ અંતિમ તબક્કે: 13,000થી વધુ ફોર્મ ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે કચ્છ યુનિમાં શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ હવે અંતીમ તબક્કે પહોંચી ગયો છે. સ્નાતક અને અનુસ્નાતકના કુલ 24 જેટલા કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો દોર અારંભાયો હોવાનું યુનિના સતાવાર સુત્રોઅે માહિતી અાપતાં જણાવ્યું હતું.

કચ્છ યુનિ હસ્તક ચાલતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અત્યાર સુધી 13,000થી વધુ અેડમીશન ફોર્મ ભરાયા છે. જોકે અેડમીશન ફોર્મ ભરનારા છાત્રો પૈકી કુલ કેટલાને પ્રવેશ અાપવામાં અાવ્યો તે સહિતની પ્રક્રિયા હજુ જારી હોતાં સતાવાર અાંકડો સામે અાવતાં અેકાદ અઠવાડિયાનો સમય લાગશે તેવી માહિતી અપાઇ હતી.

હાલ તો રેગ્યુલર છાત્રોના અેડમીશન પ્રક્રિયા જારી છે જે પૂર્ણ થયા બાદ અેક્ષટર્નલની પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં અાવશે. જેથી રેગ્યુલર અને અેક્ષટર્નલ છાત્રોનો અાંકડો હજુ ઉંચો જવાની ધારણા રખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...